Not Set/ બાળકીને ઉઠાવતી ગેંગની અફવાનો ભોગ બની સુરતની આ માતા, સુરતીઓમાં ફેલાયો ભય

સુરત શહેરના વરાછામાં એલએચ રોડ પર જનતાનગર વાડી પાસેથી દોઢ વર્ષની દીકરીને લઈને માતા લાભુબહેન તેજાણી જતા હતા. તે વખતે અમુક લોકોને બાળક ચોર મહિલાની શંકા જતા તેને અટકાવી પૂછપરછ કરી હતી. પુછપરછ દરમ્યાન લાભુબહેને દીકરી તેમની હોવાનું કહેવા છતાં લોકોએ મહિલાને માર માર્યો હતો. મહિલાની આજીજીને પણ લોકોએ ધ્યાનમાં લીધી ન હતી. ઢોર માર […]

Top Stories Surat Trending
29906170001 5384660154001 5384653133001 vs 7 બાળકીને ઉઠાવતી ગેંગની અફવાનો ભોગ બની સુરતની આ માતા, સુરતીઓમાં ફેલાયો ભય

સુરત શહેરના વરાછામાં એલએચ રોડ પર જનતાનગર વાડી પાસેથી દોઢ વર્ષની દીકરીને લઈને માતા લાભુબહેન તેજાણી જતા હતા. તે વખતે અમુક લોકોને બાળક ચોર મહિલાની શંકા જતા તેને અટકાવી પૂછપરછ કરી હતી.

પુછપરછ દરમ્યાન લાભુબહેને દીકરી તેમની હોવાનું કહેવા છતાં લોકોએ મહિલાને માર માર્યો હતો. મહિલાની આજીજીને પણ લોકોએ ધ્યાનમાં લીધી ન હતી.

ઢોર માર મારી મહિલાને પોલીસને હવાલે કરાઇ હતી. પોલીસ સ્ટેશનમાં મહિલાની પુઠપરછ કરવામાં આવી હતી. મહિલાના સગા પોલીસ સ્ટેશનમાં આવી મહિલાની ઓળખ કર્યા બાદ મહિલાનો છુટકારો થયો હતો

જોકે, મહિલાના હાથમાંથી બાળકી છીનવી એક મહિલાએ તેની બાળકી હોવાનું નાટક કર્યું જેના કારણે મામલો ઉગ્ર બન્યો છે. નાટક કરનાર મહિલા સામે કોઇ તપાસ કે ગુનો પોલીસે નોંધ્યો નથી. માત્ર મહિલાની બેગ ચોરી થઈ જેમાં કપડા, રોકડ 2 હજાર અને મોબાઈલ હતો. તે બાબતે ફરિયાદ લઈને ચોરીનો ગુનો નોંધ્યો હતો.

ગત 23મી જૂનના રોજ સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. જેમાં એક મહિલા એવી વાત કરી રહી છે કે આ મેસેજ સાવ સાચો છે. નવ બાળકોને આ ગેંગ ઉઠાવી ગઈ છે. વાસ્તવમાં આવી કોઈ ગેંગ સક્રિય નથી. જેથી આ મેસેજના કારણે સમાજમાં ઉશ્કેરાટ ફેલાઈ એ વાતને ધ્યાને લઈ ક્રાઇમ બ્રાંચના જમાદાર પરેશ સાહેબરાવે અજાણી મહિલા સામે આઈપીસીની કલમ 153 મુજબ ગુનો નોંધાવ્યો છે. જેની તપાસ પોસઈ એમ.એસ. ત્રિવેદી કરી રહ્યા છે.