ભોપાલ,
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો કર્યા બાદ કોંગ્રેસ પાર્ટી પોતાની સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે આ પહેલીવાર હશે જયારે બંને રાજ્યોના મુખ્યમંત્રીને આનંદીબેન પટેલ એક રાજ્યપાલ તરીકે શપથ લેવડાવશે.
રાજ્યપાલ આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ બે રાજ્યોના રાજ્યપાલ તરીકેનું વધારાનું દાયિત્વ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશની ચુંટણીમાં કોંગ્રેસે ૧૧૪ સીટ મેળવી સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી અને ભાજપના ૧૫ વર્ષના શાસાનનો અંત આણ્યો હટતો.
જયારે છત્તીસગઢમાં ભાજપની ડો. રમણસિંહ સરકારને પરાજય આપતા કુલ ૯૦ બેઠકોમાંથી ૬૮ સીટ મેળવી હતી.