સીબીઆઈ દ્વારા પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારનાં 2 મંત્રીઓ સહિત ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. એજન્સીએ સોમવારે મંત્રી ફિરહાદ હાકીમ અને સુબ્રતા મુખર્જીની ધરપકડ કરી છે. આ સિવાય ટીએમસીનાં ધારાસભ્ય મદન મિત્રા અને કોલકાતાનાં પૂર્વ મેયર સુવન ચેટર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ નેતાઓની નારદા સ્ટિંગ ઓપરેશન સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે. સોમવારે એજન્સીની ટીમ આ અધિકારીઓનાં ઘરે પહોંચી હતી અને પૂછપરછ માટે તેમને કોલકાતાનાં નિઝામ પેલેસ સ્થિત તેમની ઓફિસમાં લઇને આવી હતી.
રાજકારણ / હુ પોતે ગૌમૂત્રનું સેવન કરુ છુ, ગૌમૂત્ર અર્ક પીવાથી ફેંફસાનું ઇન્ફેક્શન દૂર થાય છેઃ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર
એજન્સીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂછપરછ કર્યા બાદ આ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે અને તે પછીનાં દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજ્યનાં રાજ્યપાલ જગદીપ ધનખરે સીબીઆઈને આ નેતાઓ વિરુદ્ધ કેસ ચલાવવા મંજૂરી આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. એક તબક્કે ટીએમસી સાથે સંકળાયેલા સુવન ચેટર્જી 2019 માં ભાજપમાં જોડાયા હતા, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં ભગવા પક્ષ તરફથી ટિકિટ ન મળ્યા બાદ તેમણે પાર્ટી છોડી દીધી હતી. બીજી તરફ, મદન મિત્રાએ તાજેતરની ચૂંટણીઓમાં કમરહાટી વિધાનસભા બેઠક જીતી હતી.
West Bengal: Minister Firhad Hakim arrives at the CBI office in connection with Narada Scam. pic.twitter.com/tcyVDdIeUT
— ANI (@ANI) May 17, 2021
ગુજરાત / વાવાઝોડા મુદ્દે હવામાન વિભાગનું નવુ બુલેટિન જાહેર, 18 કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યું વાવાઝોડું
બંગાળમાં સીબીઆઈની કાર્યવાહીને લઈને રાજકારણ પણ તીવ્ર બન્યું છે. ટીએમસીનાં પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે અમે તેની નિંદા કરીએ છીએ અને તે બદલો લેવા જેવી વિચારધારા છે. આ સાથે જ ભાજપનું કહેવું છે કે આ ધરપકડ કરવામાં તેની કોઈ ભૂમિકા નથી. પાર્ટીનાં પ્રવક્તા સામિક ભટ્ટાચાર્જીએ કહ્યું કે, ‘અમારે કઇ જ કહેવુ નથી. ભાજપને આની સાથે કંઈ લેવાદેવા નથી.’ મંત્રીઓની ધરપકડથી ફરી એક વાર નારદા કૌભાંડનો મામલો સામે આવ્યો છે જે 2016 પહેલા ઉભરી આવ્યો હતો. જણાવી દઇએ કે, નારદા સ્ટિંગ ઓપરેશનમાં, ટીએમસીનાં ઘણા વરિષ્ઠ નેતાઓ બનાવટી કંપનીની મદદનાં બદલામાં રોકડ લેતા જોવા મળ્યા હતા.

