Vadodara News/ ભાયલીમાં શ્વાન કરડ્યા બાદ યુવકને હડકવા, પોતાને જ બચકા ભર્યા; હોસ્પિટલમાં ખસેડાયો

વડોદરાના ભાયલીમાં શ્વાન કરડ્યા બાદ સારવારમાં વિલંબ થતાં યુવકને હડકવા (Vadodara Bhayli Rabies Case) ઉપડ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગંભીર સ્થિતિમાં યુવકને ચેપી રોગ હોસ્પિટલમાં ખસેડાયો.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara Bhayli Rabies Case: શ્વાન કરડ્યું છતાં સારવાર ન લીધી, ભાયલીના યુવકને હડકવા; પોતાને જ બચકા ભર્યા

Vadodara News: વડોદરાના ભાયલી વિસ્તારમાં હડકવા (Vadodara Bhayli Rabies Case)નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાયલીમાં રહેતા હેમંત નામના યુવકને અગાઉ શ્વાને કરડ્યો હતો. જોકે, શ્વાન કરડ્યા બાદ સમયસર સારવાર અને એન્ટી-રેબીસ વેક્સિન ન લેવાના કારણે તેની તબિયત ગંભીર બની હોવાનું સામે આવ્યું છે.

હડકવા (Vadodara Bhayli Rabies Case)ની અસર થતાં યુવકની માનસિક અને શારીરિક સ્થિતિમાં ગંભીર ફેરફાર જોવા મળ્યો હતો. સ્થિતિ એટલી બેકાબૂ બની કે યુવકે પોતાને જ બચકા ભરવાનું શરૂ કરી દીધું હતું. સાથે જ આસપાસના લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિકોએ દોરડાથી બાંધીને હોસ્પિટલ પહોંચાડ્યો

યુવકની સ્થિતિ કાબૂ બહાર જતાં આસપાસના લોકોએ તેને દોરડાથી બાંધી રાખ્યો હતો, જેથી તે પોતાને કે અન્ય કોઈને નુકસાન ન પહોંચાડે. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી તેને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.ગોત્રી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તેને ચેપી રોગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Vadodara Bhayli Rabies Case: હડકવા બાદ બચવાની શક્યતા અત્યંત ઓછી

આ મામલે ઇન્ફેક્શન સ્પેશ્યલિસ્ટ ડો. હિતેન કારેલીયાએ જણાવ્યું હતું કે, એક વખત હડકવા (Vadodara Bhayli Rabies Case)ના ગંભીર લક્ષણો દેખાવા લાગે ત્યારબાદ દર્દીને બચાવવો અત્યંત મુશ્કેલ બની જાય છે. રેબીસ વાયરસ નર્વસ સિસ્ટમને અસર કરીને મગજ સુધી પહોંચે છે અને ગંભીર સ્થિતિ ઊભી કરી શકે છે.ડોક્ટરના જણાવ્યા મુજબ, શ્વાન કરડ્યા બાદ લક્ષણોની રાહ જોવાને બદલે તાત્કાલિક તબીબી સલાહ લેવી અને જરૂરી એન્ટી-રેબીસ સારવાર શરૂ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શ્વાન કરડે તો શું કરવું?

શ્વાન કે અન્ય સંભવિત હડકાગ્રસ્ત (Vadodara Bhayli Rabies Case) પ્રાણી કરડે તો ઘાને અવગણવો નહીં. ઘાને તાત્કાલિક સાબુ અને વહેતા પાણીથી સારી રીતે ધોઈને શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રમાં પહોંચવું જોઈએ. તબીબની સલાહ મુજબ એન્ટી-રેબીસ વેક્સિન તથા જરૂરિયાત મુજબ અન્ય સારવાર લેવી જરૂરી છે.

હડકાગ્રસ્ત શ્વાનમાં અસામાન્ય વર્તન, અચાનક આક્રમકતા, પાણી પીવામાં મુશ્કેલી અથવા પાણીથી ડરવું, ખાવા-પીવામાં ઘટાડો અને મોંમાંથી વધુ પડતી લાળ આવવા જેવા લક્ષણો જોવા મળી શકે છે. આવા પ્રાણીથી દૂર રહેવું અને તેના સંપર્કમાં આવ્યા બાદ તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે.

એક નાની બેદરકારી બની શકે છે જીવલેણ

ભાયલીની આ ઘટના એ બાબત તરફ ગંભીર સંકેત આપે છે કે શ્વાન કરડવાની ઘટનાને સામાન્ય માનીને સારવારમાં વિલંબ કરવો જોખમી સાબિત થઈ શકે છે. રેબીસ એક ગંભીર અને જીવલેણ રોગ છે, પરંતુ સંભવિત સંપર્ક બાદ સમયસર યોગ્ય તબીબી સારવાર લેવાથી જોખમને રોકી શકાય છે.


આ પણ વાંચો:શ્વાન કરડ્યા બાદ યુવકને હડકવા ઊપડ્યો, શ્વાનની જેમ ભસીને લોકોને કરડવા દોડ્યો

આ પણ વાંચો:સુરતમાં 4 વર્ષના બાળકનું હડકવાથી મોત, દોઢ મહિના પહેલાં કરડ્યું હતું શ્વાન

આ પણ વાંચો:બનાસકાંઠા: નોળિયો કરડ્યા બાદ મહિલાનું મોત