Mehsana news/ ખેડૂતોના લોકપ્રિય ભોજનાલયમાં રાજ્યપાલની મુલાકાત! વિસનગર APMCની સ્વચ્છતા જોઈ આચાર્ય દેવવ્રતે કર્યા વખાણ

રાજ્યપાલ Acharya Devvrat એ વિસનગર APMC ભોજનાલયની મુલાકાત લઈને સ્વચ્છતા, ભોજનની ગુણવત્તા અને આધુનિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. ખેડૂતોને નજીવી કિંમતે શુદ્ધ અને સાત્વિક ગુજરાતી ભોજન મળે છે.

Top Stories Gujarat Others
Acharya Devvrat: વિસનગર APMC ભોજનાલયની લીધી મુલાકાત

Mehsana News:  સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં લોકપ્રિય એવા વિસનગર APMC ભોજનાલયની મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ (Acharya Devvrat) મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભોજનાલયની વ્યવસ્થા, સ્વચ્છતા અને ભોજનની ગુણવત્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

Acharya Devvrat: વિસનગર APMC ભોજનાલયની લીધી મુલાકાત

Acharya Devvrat: આધુનિક વ્યવસ્થા અને સ્વચ્છતાની પ્રશંસા.

Acharya Devvrat: વિસનગર APMC ભોજનાલયની લીધી મુલાકાત
Acharya Devvrat: સ્વચ્છતા અને શુદ્ધતા જોઈ રાજ્યપાલ પ્રભાવિત થયા

નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે સંચાલિત આ ભોજનાલયમાં રસોઈ બનાવવાથી લઈને ભોજન પીરસવા સુધીની પ્રક્રિયામાં જાળવવામાં આવતી સ્વચ્છતા અને શુદ્ધતા જોઈ રાજ્યપાલ પ્રભાવિત થયા હતા. ભોજનાલયમાં આધુનિક સુવિધાઓ સાથે કડક સ્વચ્છતા જાળવવામાં આવતી હોવાનું પણ તેમણે નિહાળ્યું હતું.

Acharya Devvrat: વિસનગર APMC ભોજનાલયની લીધી મુલાકાત
Acharya Devvrat: વિસનગર APMC ભોજનાલયની લીધી મુલાકાત

નજીવી કિંમતે ઘર જેવું ભોજન

Acharya Devvrat: વિસનગર APMC ભોજનાલયની લીધી મુલાકાત

વિસનગર APMC ભોજનાલયમાં ખેડૂતો સહિત અન્ય લોકોને પણ નજીવી કિંમતે ઘર જેવું શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ગુજરાતી ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ખેડૂતો માટે આ પ્રકારની સુવિધા ઉપયોગી સાબિત થઈ રહી છે.

Acharya Devvrat: વિસનગર APMC ભોજનાલયની લીધી મુલાકાત

ભોજનાલયનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો નહીં પરંતુ ખેડૂતો અને સામાન્ય લોકોને ગુણવત્તાયુક્ત ભોજન સરળતાથી મળી રહે તેવો છે. રાજ્યપાલે સમગ્ર વ્યવસ્થા નિહાળી ભોજનાલયની કામગીરી અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.


આ પણ વાંચો: ખેડૂતો માટે મોટી પહેલ! વિસનગરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ, ખર્ચ ઘટાડવા રાજ્યપાલની અપીલ

આ પણ વાંચો: ડીસામાં બનશે એશિયાનું પહેલું ડેઝર્ટ ઝૂ! કરોડોના પ્રોજેક્ટને CZAની મંજૂરી, નાઇટ સફારી બનશે સૌથી મોટું આકર્ષણ

આ પણ વાંચો: ગુજરાત સરકારનો માસ્ટરસ્ટ્રોક! જિલ્લા પંચાયતથી મહાનગરપાલિકા સુધી કરોડોની ગ્રાન્ટ