Not Set/ હેકિંગના આરોપો બાદ ECએ કરી સ્પષ્ટતા, કહ્યું, “બેલેટ પેપર નહીં માત્ર EVM મશીનથી જ યોજાશે ચૂંટણી”

નવી દિલ્હી, અમેરિકી સાઈબર એક્સપર્ટ સૈયદ શૂઝા દ્વારા લંડનમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં વર્ષ ૨૦૧૪ની લોકસભા અને ૨૦૧૫ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં EVM મશીન હેક કરાયા હોવાના દાવા બાદ ઇલેકશન કમિશન તરફથી એક મહત્વની પ્રતિક્રિયા સામે આવી રહી છે. Chief Election Commissioner of India Sunil Arora at an event in Delhi: I would like to make […]

Top Stories India Trending
EC હેકિંગના આરોપો બાદ ECએ કરી સ્પષ્ટતા, કહ્યું, "બેલેટ પેપર નહીં માત્ર EVM મશીનથી જ યોજાશે ચૂંટણી"

નવી દિલ્હી,

અમેરિકી સાઈબર એક્સપર્ટ સૈયદ શૂઝા દ્વારા લંડનમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં વર્ષ ૨૦૧૪ની લોકસભા અને ૨૦૧૫ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં EVM મશીન હેક કરાયા હોવાના દાવા બાદ ઇલેકશન કમિશન તરફથી એક મહત્વની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

ઈલેક્શન કમિશ્નર સુનિલ અરોરાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “હું સ્પષ્ટપણે બતાવવા માંગું છું કે, અમે લોકો બેલેટ પેપરના જમાનામાં પાછા ફરીશું નહિ અને દેશમાં ચૂંટણી EVM અને બેલેટ પેપરથી જ યોજવામાં આવશે”.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “અમે લોકો કોઈ પણ રાજકીય પાર્ટીઓ દ્વારા કરાઈ રહેલી આલોચનાઓ બાદ પણ ચૂંટણીમાં ઈવીએમ મશીન અને વીવીપેટનો ઉપયોગ ચાલુ રાખીશું. અમે આ માટે કોઈ પણ પ્રકારની આલોચનાઓ અને પ્રતિક્રિયા માટે તૈયાર પણ છીએ.

શું હતો આ મામલો ? 

re હેકિંગના આરોપો બાદ ECએ કરી સ્પષ્ટતા, કહ્યું, "બેલેટ પેપર નહીં માત્ર EVM મશીનથી જ યોજાશે ચૂંટણી"

અત્રે ઉલ્લેખનીય છે કે, લંડનમાં અમેરિકન સાયબર એક્સપર્ટ સૈયદ શુઝાએ વિડીયો કોન્ફરન્સથી સ્ફોટક દાવો કર્યો હતો, એજમ તેને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઇવીએમને હેક કરવામાં આવ્યું હતું અને તેના જ દમ પર બીજેપીની જીત થઇ હતી.

આ ઉપરાંત શૂઝાએ દાવો કર્યો હતો કે, ૨૦૧૫માં રાજધાની દિલ્હીમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ EVM મશીન સાથે ચેડા કરાયા હતા.