- ઇ-વ્હીકલનો 3300%નો ઉછાળો
- ઇ-વ્હીકલની નોંધણીમાં અનેક ગણો વધારો
- ઇ-વ્હીકલ પોલિસીને જુલાઇમાં એક વર્ષ પૂર્ણ થશે
- ગુજરાતમાં હાલ 250 ચાર્જિંગ સ્ટેશન
- સબસિડી પેટે 24.35 કરોડની રકમ ચૂકવાઈ
- 9850 વાહનની ખરીદીમાં ચૂકવાઈ સબસિડી
વૈશ્વિક રીતે વધી રહેલા પ્રદૂષણ ને કાબુમાં લેવા માટે દેશભરમાં ઇ-વ્હીકલ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતીઑ પણ તેમાં મોખરે છે. રાજયમાં ઇ-વ્હીકલની નોંધણીમાં જોરદાર ઉછાળ જોવા મળ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ઇ-વ્હીકલના વેચાણ અને ઉપયોગ માટે ખાસ પોલિસી બંવવામાં આવી હતી. ગત વર્ષે જુલાઇ 2021માં આ પોલિસી બનાવવામાં આવી હતી. જેને આગામી જુલાઇ માહિનામાં એક વર્ષ પૂર્ણ થશે. અને આ એક વર્ષના ગાળામાં ગુજરાતીઓએ ઇ-વ્હીકલની નોધણીમાં ખાસો એવો રસદાખવ્યો છે. અને ગુજરાતનાં રોડ રસ્તાઓ પીઆર ઇ-વ્હીકલ ફરતા પણ જોવા મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 10 મહિનામાં 25 હજાર ઇ-વ્હીકલ નોંધાયાં છે. જ્યારે સબસિડી માટે 18,583 અરજીઓ આવી છે. આ અરજીઓની સીધી પોર્ટલમાં આવતા સબસિડીની રકમ સીધી જ ખાતામાં જમા થાય છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર 13,325 અરજીઓમાં પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. અને 9850 વાહન માલિકોને તેમની સબસિડી ચ્ક્વાઈ પણ ગઈ છે. સબસિડી પેટે અત્યાર સુધીમાં 24.35 કરોડની રકમ ચુક્વવામાં આવી છે.
રાજ્યમાં હાલમાં 250 જેટલા ચર્જિંગ સ્ટેશન કાર્યરત છે. યારે અન્ય 50 જેટલા ટૂંક સેમીમાં સારું થવા ઐ રહ્યા છે. રાજ્યમાં કુલ 668 ચર્જિંગ સ્ટેશન કાર્યરત કરવાની પ્લાન છે.
કોને કેટલી મળશે સબસિડી
ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારની સાથોસાથ ભારત સરકાર દ્વારા પણ પ્રત્યેક કિલોવોટ મુજબ સબસિડી આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ટૂ-વ્હીલરમાં 20 હજાર રૂપિયા, થ્રી-વ્હીલરમાં 5 કિલો વોટની બેટરી હોય તો 50,000 આપવામાં આવે છે, જ્યારે ફોર-વ્હીલરમાં 15 કિલોવોટની બેટરી હોય તો 1,50,000 સબસિડી ચૂકવવામાં આવે છે. એ જ રીતે ભારત સરકાર દ્વારા ટૂ-વ્હીલરની ખરીદી પર અગાઉ પર કિલોવોટ 10,000 રૂપિયા સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ તાજેતરમાં એમાં વધારો કરીને 15,000 રૂપિયા કરવામાં આવી છે. સબસિડી વાહનની કિંમતના 40 ટકાથી વધવી ના જોઈએ.