રાજકીય સંગ્રામ/ ગોંડલ બેઠકને લઈ ગડમથલ : ભાજપના નેતા જયંતિ ઢોલે ફેંક્યો પડકાર, કહ્યું –

રાજકોટની ગોંડલ વિધાનસભા બેઠક પર બે બાહુબલીઓની લડાઇ છે.પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડા ગ્રુપ પર કરેલા આક્ષેપોને લઇને રીબડા જુથ સામે આવ્યું છે.

Top Stories Gujarat Rajkot
Untitled 24 23 ગોંડલ બેઠકને લઈ ગડમથલ : ભાજપના નેતા જયંતિ ઢોલે ફેંક્યો પડકાર, કહ્યું -

રાજકોટની ગોંડલ વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડા ગ્રુપ પર કરેલા આક્ષેપોને લઇને રીબડા જુથ સામે આવ્યું છે. ગોંડલના સહકારી આગેવાન અને ભાજપના નેતા જયંતિ ઢોલે પડકાર ફેંકતા કહ્યું હતું કે ગોંડલ વિધાનસભા બેઠક પર જયરાજસિંહ અને તેના પરિવારના કોઇપણ સભ્યને ટિકીટ મળવી ન જોઇએ.  અમે પણ 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છીએ. વધુમાં કહ્યું જો હું જીતાડી ન શકું તો ગોંડલના માંડવી ચોકમાં જાહેરમાં આપઘાત કરી લઇશ.

રાજકોટની ગોંડલ વિધાનસભા બેઠક પર બે બાહુબલીઓની લડાઇ છે.પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડા ગ્રુપ પર કરેલા આક્ષેપોને લઇને રીબડા જુથ સામે આવ્યું છે.ગોંડલના સહકારી આગેવાન અને ભાજપના નેતા જયંતિ ઢોલે પડકાર ફેંકતા કહ્યું હતું કે ગોંડલ વિધાનસભા બેઠક પર જયરાજસિંહ અને તેના પરિવારના કોઇપણ સભ્યને ટિકીટ મળવી ન જોઇએ.અમે પણ ૪૦ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છીએ.પાર્ટી જયરાજસિંહ પરિવાર સિવાય કોઇપણને ટિકીટ આપે તેમ]ની જવાબદારી અમારી છે.જો હું જીતાડી ન શકું તો ગોંડલના માંડવી ચોકમાં જાહેરમાં આપઘાત કરી લઇશ.જયંતિ ઢોલે વધુમાં કહ્યું હતું કે ગોંડલ વિધાનસભા બેઠક પર રીબડા પંથકના મતને કારણે ભાજપને જીત મળે છે જેથી પાર્ટી આ બાબતે વિચાર કરે તે જરૂરી છે.

રીબડા ઔધોગિક વિસ્તારોને લઇને કરેલા આક્ષેપોને ફગાવ્યા
રીબડા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રીબડા ઔધોગિક એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.જેઓએ કહ્યું હતું કે રીબડામાં અનેક ઔધોગિક વસાહતો આવેલી છે,જેમાં મહિપતસિંહ જાડેજા પરિવાર દ્રારા કોઇપણ પ્રકારની કનડગત કરવામાં આવતી નથી પરંતુ રક્ષણ આપવામાં આવે છે.રીબડાના ખેડૂતો દ્રારા પણ કહેવામાં આવ્યું કે મહિપતસિંહ જાડેજા પરિવારને કારણે જ આ જમીનના ભાવ વધી રહ્યા છે.

રીબડા જુથ દ્રારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેઓ ભાજપ સાથે છે અને ભાજપ સાથે જ રહેશે અને ભાજપ જયરાજસિંહ સિવાય કોઇપણને ટિકીટ મળે તેવી માંગ કરી છે.