Not Set/ 2020 સુધીમાં ફૂડપાંડા બનશે દેશનું સૌથી મોટું ફૂડ ડિલીવરી નેટવર્ક

પાંચ લાખ ડિલીવરી પાર્ટનરનું નેટવર્ક બનાવવાનું આયોજન નવી દિલ્હી: દેશમાં આજકાલ ઓનલાઈન માર્કેટિંગનું ચલણ વધી ગયું છે. આ ઓનલાઈન માર્કેટિંગ અંતર્ગત ભારતમાં ખાણીપીણીની ચીજવસ્તુઓના ઓનલાઈન ઓર્ડર અને ડિલીવરી કરનારી કંપની ફૂડપાંડા આગામી ટૂંક સમયમાં દેશનું સૌથી મોટું ફૂડ ડિલીવરી નેટવર્ક બનવા જઈ રહ્યું છે. ભારતમાં ખાણી-પીણીના ઓનલાઈન ઓર્ડર અને ડિલીવરી કરવાવાળી કંપની ફૂડપાંડાએ પાંચ સપ્તાહમાં […]

Top Stories India Trending Business
Foodpanda will become the country's largest food delivery network by 2020

પાંચ લાખ ડિલીવરી પાર્ટનરનું નેટવર્ક બનાવવાનું આયોજન

નવી દિલ્હી: દેશમાં આજકાલ ઓનલાઈન માર્કેટિંગનું ચલણ વધી ગયું છે. આ ઓનલાઈન માર્કેટિંગ અંતર્ગત ભારતમાં ખાણીપીણીની ચીજવસ્તુઓના ઓનલાઈન ઓર્ડર અને ડિલીવરી કરનારી કંપની ફૂડપાંડા આગામી ટૂંક સમયમાં દેશનું સૌથી મોટું ફૂડ ડિલીવરી નેટવર્ક બનવા જઈ રહ્યું છે.

ભારતમાં ખાણી-પીણીના ઓનલાઈન ઓર્ડર અને ડિલીવરી કરવાવાળી કંપની ફૂડપાંડાએ પાંચ સપ્તાહમાં 60,000 આપૂર્તિ ભાગીદારો (ડિલીવરી પાર્ટનર)ને જોડ્યા છે. કંપની દ્વારા નેટવર્કનો વિસ્તાર કરવા માટે 2020 સુધીમાં ભાગીદારોની સંખ્યાને વધારીને પાંચ લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કંપની દ્વારા આ અંગેની વિસ્તૃત માહિતી દિલ્હી ખાતે આપવામાં આવી હતી.

ઓલાની માલિકી વાળી ફૂડપાંડાની ટક્કર સ્વિગી અને જોમેટો જેવી કંપનીઓ સાથે છે. તેણે બે મહિનામાં 60,000 વધુ ભાગીદારોને જોડવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ દરમિયાનમાં કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમના પ્લેટફોર્મ પર વધતી જતી માંગ અને ભૌગોલિક વિસ્તારને જોતાં આ લક્ષ્યને હાંસલ કરી શકાય તેમ છે. ફૂડપાંડા દ્વારા પોતાને દેશનું સૌથી મોટું ફૂડ (ખાદ્ય) ડિલીવરી નેટવર્ક બનાવવા માટે આગામી વર્ષ 2020 સુધીમાં પાંચ લાખ સુધી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

જો કે, આવું કરવું મુશ્કેલ તો નથી પરંતુ થોડું અટપટું તો છે ખરું. આ માટે ફૂડપાંડા દ્વારા દર બે મહીને ૬૦,000થી વધુ ભાગીદારોને પોતાની સાથે જોડાવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો આવું શક્ય બનશે તો ફૂડપાંડા દેશનું સૌથી મોટું ઓનલાઈન ફૂડ ડિલીવરી માટેનું નેટવર્ક બની જશે.