વિધાનસભા ચૂંટણી 2022/ રાજ્યની આદિવાસી બાહુલ્ય ધરાવતી તમામ બેઠકો ઉપર BTP પોતાના ઉમેદવારો ઉભા રાખશે

આગામી વિધાનસભાની ચૂંટણી 2022માં કુલ 122 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતા જીલ્લામાંથી BTP  પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે.

Top Stories Gujarat Others
chatak 25 રાજ્યની આદિવાસી બાહુલ્ય ધરાવતી તમામ બેઠકો ઉપર BTP પોતાના ઉમેદવારો ઉભા રાખશે

ગુજરાતમાં આગામી વિધાનસભાની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. દરેક પાર્ટી અને સામાજિક સંગઠનો દ્વારા મોટાપાયે ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ભાજપ-કોંગ્રેસ અને આપ સાથે હવે BTP અને અન્ય નાની પાર્ટીઓ પણ રાજનૈતિક મેદાનમાં આવી ચુકી છે. ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટી આદિવાસી વિસ્તારોમાં પોતાની બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. BTP હાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય છે. ગુજરાત અને રાજસ્થાનમાં BTPના 2-2 ધારાસભ્યો પણ છે.

અત્રે નોધનીય છે કે નર્મદાના જિલ્લામાં BTPની બેઠક મળી હતી જેમાં આગામી વિધાનસભાની ચૂંટણી 2022માં કુલ 122 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતા જીલ્લામાંથી BTP  પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. ગુજરાતમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા વિગેરે જીલ્લામાં આદિવાસી સમાજની વસ્તી વધુ છે. આ વિસ્તારોમાં આદિવાસી સમાજના મતદારોનો લાભ ઉઠાવવા આદિવાસીઓના પ્રશ્નોને લઈ BTP હવે સક્રિય થઈ છે.

સમગ્ર દેશમાં આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં છોટુ વસાવાનું ઘણું મોટું નામ છે અને લોકો તેમને માન સન્માન પણ આપે છે. આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ BTP ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. છોટુ વસાવા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સક્રિય જોવા મળી રહ્યાં છે અને આદિવાસીઓ માટે અલગ ભીલીસ્તાન રાજ્યની માંગણી કરી રહ્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પર ભીલીસ્તાન માટે અભિયાન પણ શરૂ કર્યું છે. રાજ્યમાં આદિવાસીઓના પ્રશ્નોને લઈ BTP  પોતાની લડાઈ ચલાવી રહી છે. BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંસ્થાપક છોટુભાઈ વસાવાએ આદિવાસીઓના પ્રશ્નોને લઈ હાઈકોર્ટમાં પણ અરજી કરાવી છે.

ખરું ચિત્રનો ચૂંટણી સમયે જ સામે આવશે. પરંતુ એક વાત નક્કી છે કે BTP ના ઉમેદવારો ભાજપ કોંગ્રેસ  બંનેના મતમાં ગાબડું તો પાડશે પરંતુ ઉલેખનીય છે કે કોંગ્રેસના મતમાં મોટું ગાબડું પાડી શકે છે.