Not Set/ પીએમ મોદી પાસે ભારત માટે વિઝન ,જયારે ડૉ. સિંહે ભારતીય અર્થતંત્ર મજબૂત બનાવવા કર્યું છે ઉત્તમ કામ : બરાક ઓબામા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની મુલાકાતે છે. ત્યારે બરાક ઓબામાએ દિલ્લીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ભારત, મોદીના સાથેના સંબંધ તેમજ આતંકવાદ સહિતના મુદ્દે ભાષણ આપ્યું હતું. કાર્યક્રમને સંબોધતા ઓબામાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મિત્રતા છે, પરંતુ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે પણ તેમની ખૂબ મિત્રતા હતી. બન્ને નેતા ખૂબ અસરકારક છે. […]

Top Stories
obama sotu 2016 ap img પીએમ મોદી પાસે ભારત માટે વિઝન ,જયારે ડૉ. સિંહે ભારતીય અર્થતંત્ર મજબૂત બનાવવા કર્યું છે ઉત્તમ કામ : બરાક ઓબામા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની મુલાકાતે છે. ત્યારે બરાક ઓબામાએ દિલ્લીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ભારત, મોદીના સાથેના સંબંધ તેમજ આતંકવાદ સહિતના મુદ્દે ભાષણ આપ્યું હતું. કાર્યક્રમને સંબોધતા ઓબામાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મિત્રતા છે, પરંતુ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે પણ તેમની ખૂબ મિત્રતા હતી. બન્ને નેતા ખૂબ અસરકારક છે. મનમોહન સિંહ આપણા સૌ પ્રથમ સહયોગી હતા, જ્યારે અમે આર્થિક મંદી સામે લડી રહ્યા હતા જયારે વડા પ્રધાન મોદી પેરિસ સમજૂતી સાથે અમારા સહયોગી હતા.

બરાક ઓબામાએ પીએમ નરેન્દ્ર મોદી અંગે જણાવતા કહ્યું, હું તેમને પસંદ કરું છું. મને લાગે છે કે ભારત માટે તેમની પાસે વિઝન છે તેઓ અધિકારી વર્ગને આધુનિક બનાવવાની શરૂઆત કરી છે.

જયારે પૂર્વ પીએમ મનમોહન સિંહ અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા તેઓએ જણાવ્યું, ડૉ. મનમોહન સિંહ સાથે અમારી મિત્રતા ખૂબ સરસ છે ડૉ. સિંહે ભારતીય અર્થતંત્ર મજબૂત બનાવવા માટે ઉત્તમ કામ કર્યું છે.