Vadodara News: વડોદરા (Vadodara) જીલ્લાના કરજણ(Karjan)માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી(Local Body Election)માં ભાજપનો 28માંથી 19 બેઠકનો ભવ્ય વિજય થયા બાદ કરજણમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સભામાં કાર્યકરોના અભાવે ખુરશીઓ ખાલી જોવા મળી હતી. દ્શ્ય જોતાં ભાજપમાં અંદરોઅંદર જ આંતરિક વિવાદ ચાલી રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
સન્માન સમારોહમાં 19 વિજેતા ઉમેદવારોમાંથી ફક્ત 11 ઉમેદવારો હાજર રહ્યા હતા. તે જ સમયે, એવો અંદાજ હતો કે લગભગ 300 પાર્ટી કાર્યકરો આ કાર્યક્રમમાં હાજરી આપશે. પરંતુ, 300માંથી ફક્ત 70 કાર્યકરો જ પહોંચ્યા હતા. સન્માન સમારોહમાં સાંસદો, ધારાસભ્યો અને સંગઠન મંત્રીઓની ગેરહાજરી પણ જોવા મળી. વડોદરા જિલ્લા ભાજપના નેતાઓ જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલથી નારાજ હોવાની ચર્ચા વધી રહી છે.

વડોદરા ભાજપમાં ફરી એકવાર આંતરિક વિખવાદનો મુદ્દો સામે આવ્યો છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કાર્યકરોની ખુરશીઓ ખાલી જોવા મળી હતી અને વિજેતા ઉમેદવારો સિવાયના અગ્રણી નેતાઓની હાજરી ઓછી જોવા મળી હતી.
આ પણ વાંચો:વડોદરામાં કરજણ ન.પા.ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 8 હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ
આ પણ વાંચો:પાટિલ હાલમાં નહીં બદલાય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમના માર્ગદર્શનમાં લડાશે
આ પણ વાંચો:રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત
