Navsari News: કેનેડા(Canada)માં રહેતા ભારતીય નાગરિક(Indian Citizen)નું શંકાસ્પદ રીતે મોત (Death) થતા કેનેડા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મૂળ નવસારીના નરેન્દ્રભાઈનો મૃતદેહ કારમાંથી મળી આવતા હાલ તેમના પરિવારમાં શોક ફેલાયો છે.
કેનેડામાં નરેન્દ્રભાઈ મૂળ ગુજરાતના નવસારી(Navsari)ના બોદાલીના રહેવાસી છે, જેમનું કેનેડામાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. કેનેડિયન પોલીસ (Canada Police) પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં કાર્બન મોનોક્સાઇડ(Carbon Monoxide)નું સ્તર વધવાને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું જણાય છે. ઉલ્લેખનીય છે કે જ્યારે નરેન્દ્રભાઈનું અવસાન થયું ત્યારે તેઓ તેમની કારમાં હતા અને કાર બરફથી ઢંકાયેલી હતી અને કારનો પંખો પણ ચાલુ હતો. તેથી, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ કારમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર અચાનક વધી જવાને કારણે થયું હશે.
પણ તેઓ આટલા લાંબા સમય સુધી કારમાં કેમ હતા? આ અંગે કોઈ માહિતી મળી નથી. કેનેડાના નવસારીના રહેવાસી નરેન્દ્રભાઈના મૃતદેહને હવે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જ્યાં તેમના મૃત્યુ સંબંધિત અન્ય માહિતી બહાર આવશે, પરંતુ હાલમાં કેનેડિયન પોલીસે આ મામલો પોતાના હાથમાં લીધો છે અને તપાસ કરી રહી છે.
અગાઉ અમેરિકાના ન્યુજર્સીના ઉપનગર પેરામાસમાં એક ગુજરાતી યુવકે મૂળ ગુજરાતની મહિલા મકાનમાલિકને છરીના ઘા મારીને લૂંટી લીધી હતી. પરમાસમાં મૂળ વડોદરાના રીટાબેન આચાર્યના મકાનમાં ગાંધીનગરનો કિશન શેઠ નામનો યુવક ભાડેથી રહેતો હતો. મૃતક મહિલાની હત્યા કર્યા બાદ તેણે તેની કાર અને ડેબિટ કાર્ડની ચોરી કરી હતી.
રીટાબેન આચાર્યની હત્યા કર્યા બાદ ગાંધીનગરના એક યુવકે તેમનું ડેબિટ કાર્ડ અને કાર ચોરી લીધી હતી. કિશન શેઠે ડેબિટ કાર્ડ દ્વારા 4500 ડોલર ઉપાડી લીધા હતા. જે બાદ તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો. આ ઘટનાથી અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારોમાં ખળભળાટ મચી ગયો હતો.
આ પણ વાંચો: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થતાં ભયનો માહોલ
આ પણ વાંચો: અમેરિકામાં વધુ એક ગુજરાતી ઠાર, ઠાર કરનારે પણ કરી આત્મહત્યા
આ પણ વાંચો: આણંદના યુવકની અમેરિકામાં હત્યા, લૂંટારાએ ગોળી મારીને ઉતાર્યો મોતને ઘાટ
