Lifestyle News: આજકાલ લોકોમાં વાળ ખરવા (Hair loss) ની સમસ્યા ઘણી વધી ગઇ છે. અને એમા પણ કેટલીક ખોટી આદતો (Habits) ના કારણે વાળ ખરવાનું શરૂ થઇ જાય છે. અને તેમને ખબર પણ નથી પડતી કે, શા કારણે વાળ ખરી રહ્યો છે.
આયુર્વેદમાં વાળની સંભાળને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયથી એવું માનવામાં આવે છે કે વાળ માત્ર સૌંદર્યનું પ્રતીક નથી, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય અને જીવનશૈલી સાથે પણ ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. આયુર્વેદ મુજબ દરેક વ્યક્તિનો શરીર સ્વભાવ અલગ હોય છે.
તેથી વાળને પોષણ આપવાની રીત પણ જુદી જુદી હોય છે. યોગ્ય તેલની પસંદગી, તેની યોગ્ય માત્રા, યોગ્ય તાપમાન અને યોગ્ય સમય, આ બધું ખૂબ મહત્વપૂર્ણ છે. આથી ખરતા વાળ (Hair loss) ને રોકી શકાય છે.
આજના સમયમાં લોકો નિયમિત રીતે વાળમાં તેલ લગાવે છે, પરંતુ ઘણીવાર કેટલીક નાની ભૂલોને કારણે તેનો યોગ્ય લાભ મળતો નથી અને વાળ કમજોર અથવા સુકા દેખાવા લાગે છે. તો ચાલો જાણી કઈ ભૂલો વાળ ખરવા નું કારણ બની શકે છે?

વધુ પુરતુ તેલ લગાવવું ખરતા વાળ (Hair loss) નું કારણ
ઘણા લોકો એવું માને છે કે, વાળને વધુ ચમકાવવા માટે વધારે તેલ લગાવવું જોઈએ. પરંતુ ખરેખર, વધારે તેલ વાળને ભેજાળું અને ચીકણું બનાવે છે, અને ધોવા માટે મુશ્કેલી ઊભી કરે છે. આયુર્વેદ અનુસાર, ખોપરી અને વાળ માટે માત્ર જરૂરી માત્રામાં જ તેલ લગાવવું જરૂરી છે. થોડું તેલ આંગળીઓથી ખોપરી પર લગાવવું પૂરતું છે. આ વાળના મૂળને પોષણ આપે છે અને વાળને મજબૂત બનાવે છે.
ખૂબ ગરમ તેલ વાળ પર લગાવવું
ઘણાં લોકો આ ભૂલ પણ કરે છે ખૂબ ગરમ તેલ વાળ પર લગાવતા હોય છે. જો કે, ખૂબ ગરમ તેલ વાળ અને ખોપરી બંનેને નુકસાન પહોંચાડી શકે છે. તે વાળમાંથી ભેજ ખેંચી શકે છે અને વાળ ખરવા (Hair loss) નું કારણ બની શકે છે. આથી, તેલ હળવું ગરમ હોવું જોઈએ, જેથી તે વાળના મૂળને પોષણ આપી શકે અને ખોપરીને હાનિ ન પહોંચાડે. હળવું ગરમ તેલ વાળ મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
રાત્રે તેલ લગાવીને સૂવુ
રાત્રે તેલ લગાવીને સૂવવી હાલની પરિસ્થિતિમાં હંમેશા યોગ્ય નથી. પહેલાં લોકો રાત્રે તેલ લગાવીને સૂતા, કારણ કે હવા તાજી અને સ્વચ્છ હતી. પરંતુ આજકાલ પોલ્યુશનના કારણે તેલ લાગેલા વાળ પર ધૂળ જમા થઈ શકે છે, જે માથાની ચામડીમાં ખંજવાળ કે ચેપ ઉત્પન્ન કરી શકે છે. જેથી વાળ ખરવા (Hair Loss) ની સમસ્યા થઇ શકે છે, તેથી વાળ ધોવાના એક કલાક પહેલા તેલ લગાવુ જોઇએ અને એક કલાક પછી વાળ ધોઈ શકાય છે.
યોગ્ય તેલ પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે
યોગ્ય તેલ પસંદ કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિની વાળની જરૂરિયાતો અલગ અલગ હોય છે. જો તમારા વાળ શુષ્ક છે, તુટો છે અથવા વાળ ખરવા (Hair loss) ની સંભાવના ધરાવતા હોય, તો નારિયેળ, બદામ અથવા આમળાનું તેલ સારા વિકલ્પો છે. આ ભેજ જાળવી રાખવામાં અને મૂળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
જો તમારા વાળ ઝડપથી તેલયુક્ત થઈ જાય છે અથવા ખૂબ જ ચીકણા લાગે છે, તો ઓલિવ અથવા એરંડા તેલનો ઉપયોગ કરી શકો છો. આ તમારા વાળને મજબૂત બનાવે છે અને તમારા ખોપરી ઉપરની ચામડીને સંતુલિત કરે છે. ખોટું તેલ પસંદ કરવાથી તમારા વાળને નુકસાન પણ થઈ શકે છે અને તેની ચમક પણ ઓછી થઈ શકે છે.
આ પણ વાંચો: આ ખાદ્યપદાર્થોના સેવનથી યુરિક એસિડ વધી શકે છે, ભૂલથી પણ તેને તમારા આહારમાં સામેલ ન કરો
આ પણ વાંચો: તહેવાર બાદ શરીરની આ રીતે રાખો કાળજી, નહીંતર થઈ જશો બીમાર
આ પણ વાંચો: માત્ર 21 દિવસમાં આયર્નની ઉણપ દૂર થશે! તમારા આહારમાં આ 5 ખોરાકનો સમાવેશ કરો
