Lifestyle News/ પાર્ટનર સાથે હોવા છતાં અનુભવો છો એકલતા? સંબંધોમાં પ્રેમ અને નિકટતા પાછી લાવવા અજમાવો આ અસરકારક ટ્રિક્સ

જો તમે તમારા પાર્ટનર સાથે હોવા છતાં એકલતા અનુભવો (feel lonely) છો, તો સંબંધમાં ફરી પ્રેમ અને નિકટતા લાવવા માટે ખુલ્લા મનથી વાતચીત, મિત્રતા અને ક્વોલિટી ટાઇમથી સંબંધ મજબૂત બનાવો.

Trending Lifestyle Relationships
feel lonely even when with your partner

Relationship News :  કોઈપણ સંબંધમાં પ્રેમ, વિશ્વાસ અને એકબીજા પ્રત્યે લગાવ હોવો અત્યંત જરૂરી છે. જો સંબંધમાં લાગણીઓ ઓછી થઈ જાય(feel lonely ), તો તે ધીમે ધીમે બોજ બનવા લાગે છે અને બે વ્યક્તિઓ વચ્ચે અજાણતા જ અંતર વધવા લાગે છે. ઘણીવાર એવું બને છે કે એક જ ઘરમાં પાર્ટનર (Partner)ની સાથે રહેવા છતાં પણ વ્યક્તિ મનથી ભારે એકલતા અનુભવે છે.

વ્યસ્ત દિનચર્યા, સમયનો અભાવ અને એકબીજાની જરૂરિયાતો (Each other’s needs)પ્રત્યેની અવગણનાને કારણે શરૂઆતનો પ્રેમ અને ઉત્સાહ ગાયબ થઈ જાય છે.જો તમે પણ તમારા સંબંધોમાં આવી જ પરિસ્થિતિ કે મનમુટાવનો સામનો કરી રહ્યા હોવ, તો ચિંતા કરવાની જરૂર નથી. જ્યોતિષ કે અન્ય ઉપાયો પહેલાં થોડા વ્યવહારુ બદલાવ કરીને તમે તમારા સંબંધ (Your relationships)ને ફરીથી મજબૂત બનાવી શકો છો. અહીં એવી 4 મહત્વની રિલેશનશિપ ટિપ્સ (Relationship Tips)આપી છે, જે તમારા દામ્પત્ય કે પ્રેમ જીવનમાં નવો પ્રાણ પૂરી દેશે.

SABANDHO

feel lonely : ખુલ્લા મનથી વાતચીત કરો (ઓપન કમ્યુનિકેશન)

કોઈપણ સંબંધનો મુખ્ય પાયો સંવાદ છે. જ્યાં સુધી તમે તમારી સાચી લાગણીઓ અને અપેક્ષાઓ તમારા પાર્ટનર સમક્ષ ખુલ્લેઆમ નહીં વ્યક્ત કરો, ત્યાં સુધી ગેરસમજણો દૂર નહીં થાય. તેથી, તમારા જીવનસાથી સાથે પ્રામાણિક બનીને હૃદયની વાત શેર કરો. એકબીજાને શાંતિથી સાંભળવાથી અંતર ઘટશે અને પરસ્પર સમજણ વધુ ગાઢ બનશે.

સંબંધમાં ફરીથી મિત્રતાનો હાથ લંબાવો

જો સમય જતાં સંબંધમાં કડવાશ કે નિરાશા વધી ગઈ હોય, તો તેને એક પતિ-પત્ની કે કપલના બદલે બે સારા મિત્રોની જેમ ફરી શરૂ કરો. સામાન્ય રીતે વ્યક્તિ જે વાતો પોતાના પાર્ટનરને નથી કહી શકતો, તે પોતાના મિત્ર આગળ સરળતાથી કહી દે છે. તેથી સંબંધમાં સૌથી પહેલાં મજબૂત મિત્રતા કેળવો, જેનાથી જૂની નારાજગીઓ ક્ષણભરમાં દૂર થઈ જશે.

એકબીજાને પ્રાથમિકતા આપો (પ્રાયોરિટી)

આજના ભાગદોડભર્યા અને વ્યસ્ત જીવનમાં કામકાજની વચ્ચે પોતાના પાર્ટનરને પ્રાથમિકતા આપવી ખૂબ જરૂરી છે. દિવસ દરમિયાન ગમે તેટલા વ્યસ્ત હોવ, છતાં તમારા જીવનસાથી માટે થોડો ગુણવત્તાસભર સમય (Quality Time) ચોક્કસ ફાળવો. સાથે બેસીને ચા પીવી કે દિવસભરની વાતો કરવી પણ સંબંધમાં નિકટતા લાવે છે.

નવી યાદો બનાવો અને ક્વોલિટી ટાઇમ વિતાવો

સંબંધમાં પ્રેમ અને આદરની સાથે સાથે મનોરંજન અને મસ્તી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. રોજીંદી દિનચર્યામાંથી બ્રેક લઈને પાર્ટનર સાથે શોર્ટ ટ્રિપ કે વેકેશન પર જાઓ. નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાથી અને સાથે મળીને સુંદર ક્ષણો વિતાવવાથી જૂની સુંદર યાદો તાજી થશે અને એકબીજાને વધુ સારી રીતે સમજવાનો સુંદર તક મળશે.


આ પણ વાંચો :તણાવથી ઊંઘ સુધી, સ્વસ્થ સેક્સ્યુઅલ લાઇફ શરીર અને મન માટે કેવી રીતે બની શકે ફાયદાકારક?

આ પણ વાંચો :સંબંધોમાં રોમાંચ વધારવાની આ છે શ્રેષ્ઠ ટિપ્સ; સેક્સ્યુઅલ લાઇફને બનાવો વધુ મસ્તીભરી

આ પણ વાંચો :લગ્નજીવનમાં શારીરિક અસંતોષ કેમ સર્જાય છે? જાણો પત્નીઓની અરુચિના અસલી કારણો