sports news/ એક દિવસ, અનેક ઇતિહાસ: વિજય હઝારે ટ્રોફીનો ધમાકેદાર પ્રારંભ….એક જ દિવસમાં 22 સદી ફટકારાઈ

Run

NATIONAL Trending Sports
run

Sports News : વિજય હઝારે ટ્રોફીની નવી સિઝનની શરૂઆત બુધવારથી થઈ અને પ્રથમ જ દિવસે અનેક ઐતિહાસિક રેકોર્ડ્સ બન્યા. ટુર્નામેન્ટના પહેલા દિવસે કુલ 22 ખેલાડીઓએ સદી ફટકારી, જેમાં એક બેવડી સદી પણ સામેલ હતી. આ સાથે એક જ દિવસે સૌથી વધુ સદીઓનો નવો રેકોર્ડ બન્યો. અગાઉ આ રેકોર્ડ 19 સદીનો હતો, જે 12 ડિસેમ્બર 2021 અને 3 જાન્યુઆરી 2025ના રોજ નોંધાયો હતો.

વિજ્ઞેશ પુથુરનું શાનદાર ફિલ્ડિંગ

કેરળના ખેલાડી વિજ્ઞેશ પુથુરે ત્રિપુરા સામેની મેચમાં 6 કેચ (catch)પકડ્યા. ખાસ વાત એ છે કે તેણે એક કેચ પોતાની જ બોલિંગ પર લીધો. આ સાથે તે મેન્સ લિસ્ટ-A ક્રિકેટમાં એક મેચમાં 6 કેચ લેનાર પ્રથમ ખેલાડી બન્યો.

બિહારની ઇનિંગ્સમાં ત્રણ સદી

બિહાર અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની મેચમાં બિહારના ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી:

વૈભવ સૂર્યવંશી – 190 રન

સાકિબુલ ગની – 124* રન

આયુષ લોહારુકા – 116 રન

વિજય હઝારે ટ્રોફીના ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું કે એક જ ટીમની ઇનિંગ્સમાં ત્રણ ખેલાડીઓએ સદી ફટકારી. બિહારે કુલ 38 છગ્ગા ફટકાર્યા, જે મેન્સ લિસ્ટ-A ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ છે.

કર્ણાટકનો સૌથી મોટો રન (Run)ચેઝ

કર્ણાટક ટીમે ઝારખંડ સામે 413 રનનો લક્ષ્ય સફળતાપૂર્વક ચેઝ કર્યો, જે વિજય હઝારે ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટો રન (Run)ચેઝ છે. આ મેચમાં ઓડિશાના સ્વસ્તિક સમલે 212 રનની શાનદાર ઇનિંગ્સ રમી, છતાં તેમની ટીમ હારી ગઈ.

અરુણાચલ પ્રદેશના બોલર મિબોમ મોસુએ બિહાર સામે 9 ઓવરમાં 116 રન આપ્યા. આ મેન્સ લિસ્ટ-A ક્રિકેટમાં કોઈ બોલર દ્વારા આપવામાં આવેલા સૌથી વધુ રન છે. તેની ટીમના બે અન્ય બોલરોએ પણ 90થી વધુ રન આપ્યા.

બિહારે બનાવ્યો લિસ્ટ-A ક્રિકેટનો સૌથી મોટો સ્કોર

બિહારે અરુણાચલ પ્રદેશ સામે 50 ઓવરમાં 6 વિકેટે 574 રન (Run)બનાવ્યા. આ મેન્સ લિસ્ટ-A ક્રિકેટનો અત્યાર સુધીનો સૌથી મોટો ટીમ સ્કોર છે. આ પહેલા 2022માં તમિલનાડુએ અરુણાચલ પ્રદેશ સામે 505 રન બનાવ્યા હતા, જેને બિહારે પાછળ છોડી દીધો.

વૈભવ સૂર્યવંશીએ માત્ર 59 બોલમાં 150 રન (Run)પૂરા કરીને મેન્સ લિસ્ટ-A ક્રિકેટની સૌથી ઝડપી 150 રનની ઇનિંગ્સ રમ્યો.

સાકિબુલ ગનીએ 32 બોલમાં સદી ફટકારી, જે ભારતીય ખેલાડીઓમાં લિસ્ટ-A ક્રિકેટની સૌથી ઝડપી સદી છે.

સૌથી ઓછી ઉંમરે સદી

વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષ અને 272 દિવસની ઉંમરે સદી ફટકારીને મેન્સ લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરે સદીનો રેકોર્ડ બનાવ્યો. તેના નામે હવે સિનિયર લેવલ પર કુલ ચાર સદીઓ છે, જેમાંથી ત્રણ T20 ક્રિકેટમાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિરાટ-રોહિતનો ધમાકેદાર શો: Domestic વનડે ટુર્નામેન્ટમાં સદીની સિદ્ધિ

આ પણ વાંચો:  Vijay Hazare Trophy: બિહારનો 50 ઓવરમાં 6 વિકેટે 574 રનનો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો:કોંગ્રેસ-ભાજપ AI વિડીયો,PM મોદી સહિત પરિવાર અને રાજકીય નેતાઓના નકલી વિડીયો પર ગરમાયો દેશ