Aviation Mystery: આપણને લાગે છે કે આકાશ તો વિશાળ છે, વિમાન (Airplane) ગમે ત્યાંથી ઉડી શકે છે. પરંતુ હકીકતમાં આકાશમાં પણ કેટલાક એવા રસ્તાઓ છે જેને ‘ડેન્જર ઝોન’ માનવામાં આવે છે. દુનિયામાં એક એવી જગ્યા છે જેની ઉપરથી વિમાન ઉડાડવાનું પાઇલટ્સ હંમેશા ટાળે છે. આ જગ્યા એટલે તિબેટનું ઉચ્ચપ્રદેશ (Tibetan Plateau) અને દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ.

કેમ આ રસ્તો છે સૌથી ખતરનાક?
હિમાલયની પર્વતમાળાઓ પરથી વિમાન ન ઉડાડવા પાછળ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ વિજ્ઞાન અને સુરક્ષાના મજબૂત કારણો છે:
પર્વતોની ઊંચાઈ: હિમાલયમાં પર્વતોની સરેરાશ ઊંચાઈ 20,000 ફૂટથી વધુ છે, અને માઉન્ટ એવરેસ્ટ 29,032 ફૂટ ઊંચો છે. સામાન્ય રીતે કોમર્શિયલ પ્લેન 30,000 થી 35,000 ફૂટની ઊંચાઈ પર ઉડે છે. જો ક્યારેય ઈમરજન્સી આવે, તો પ્લેનને નીચે ઉતારવા માટે પૂરતી જગ્યા મળતી નથી.
ઓક્સિજનની અછત: જો પ્લેનની અંદર પ્રેશર ઓછું થઈ જાય (Depressurization), તો પાઇલટે પ્લેનને તાત્કાલિક 10,000 ફૂટની ઊંચાઈ પર લાવવું પડે છે જેથી મુસાફરો શ્વાસ લઈ શકે. પરંતુ હિમાલયમાં તો પહાડો જ 20,000 ફૂટ ઊંચા છે, તેથી પ્લેનને નીચે લાવવું અશક્ય બની જાય છે.
ભયાનક પવન (Turbulence): પહાડો પર પવનની ગતિ ખૂબ જ અસ્થિર હોય છે. અહીં હવાના દબાણમાં અચાનક ફેરફાર થવાથી વિમાન (Airplane) માં જોરદાર ઝટકા (Turbulence) લાગે છે, જે મુસાફરો અને વિમાન (Airplane) બંને માટે જોખમી છે.
ઈમરજન્સી લેન્ડિંગની અછત (Airplane)
તિબેટના આ વિસ્તારમાં સેંકડો કિલોમીટર સુધી કોઈ એરપોર્ટ નથી. જો પ્લેનના એન્જિનમાં ખામી સર્જાય અથવા કોઈ મેડિકલ ઈમરજન્સી આવે, તો પ્લેનને ઉતારવા માટે કોઈ સપાટ મેદાન કે એરપોર્ટ (Airplane) મળતું નથી.
ઈંધણ જામી જવાનો ડર
અહીંનું તાપમાન એટલું નીચું હોય છે કે વિમાન (Airplane) નું ઈંધણ (Jet Fuel) જામી જવાનો ડર રહે છે. જોકે આધુનિક વિમાનોમાં હીટિંગ સિસ્ટમ હોય છે, છતાં લાંબો સમય આટલી ઠંડીમાં રહેવું જોખમી બની શકે છે.
આ જ કારણ છે કે મોટાભાગની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ હિમાલયની ઉપરથી જવાને બદલે ભારત અથવા ચીનનો લાંબો રસ્તો પસંદ કરે છે. મુસાફરોની સુરક્ષા માટે આ ‘આકાશી રસ્તો’ હંમેશા ટાળવામાં આવે છે.
આ પણ વાંચો: નાઈટ ટ્રેકિંગનો પ્લાન છે? તો રાત્રે જંગલ કે પહાડ પર જતા પહેલા આ 5 સેફ્ટી ટિપ્સ ગાંઠે બાંધી લેજો
આ પણ વાંચો: ભારતના આ 5 પુલ છે એન્જિનિયરિંગના બેજોડ નમૂના, ફોટા જોઈને તમે પણ કહેશો ‘વાહ
આ પણ વાંચો: ઉદયપુરના આ ‘તરતા મહેલ’માં લગ્ન કરવાનું સપનું દરેક કપલનું હોય છે! જાણો જગમંદિર પેલેસનું ભાડું અને સુવિધાઓ


