Lifestyle/ શું તમારા પણ સાવરણી જેવા રફ વાળ થઇ ગયા છે? ફક્ત એક ચમચી અળસી વાપરો…જાન આવી જશે!

Rough Hair (રફ વાળ) નો પ્રોબ્લેમ આજકાલ ઘણો કોમન છે. આ માટે ચોખા અને અળસી વાળને મજબૂત, ચમકદાર અને સ્વસ્થ બનાવવા માટે ઘણા જ ફાયદાકારક છે.

Trending Tips & Tricks Health & Fitness Lifestyle
Rough Hair, રફ હેર, પ્રોબ્લેમ ,અળસી

Lifestyle: આજકાલ લોકોના વાળ ઘણી ઝડપથી નિસ્તેજ અને ડેમેજ થવા લાગ્યા છે. રફ વાળ (Rough Hair)નો પ્રોબ્લેમ ઘણો કોમન છે. પોતાના હેર શાઇની બને એ માટે લોકો કેરોટિન અને હૅર બોટોક્સ (Hair Botox) જેવી મોંઘામાં મોંઘી ટ્રીટમેન્ટ (Treatment) કરાવે છે. જો કે, આ ટ્રીટમેન્ટ વાળના સ્વાસ્થ્ય માટે સારી સાબિત નથી થતી હોતી…આ સંજોગોમાં જો તમે તમારા કેશને કુદરતી રીતે ચમકીલા બનાવવા ઇચ્છતા હો તો અળસી અને ચોખા (Flaxseed and Rice)નો ઉપયોગ કરો. આ બંને વસ્તુઓ વાળને પ્રાકૃતિક રુપથી ચમકદાર બનાવવામાં ખૂબ જ લાભદાયી છે. તો ચાલો જાણીએ એનો ઉપયોગ કરવાની ટિપ્સ અંગે…

Rough Hair, રફ હેર, પ્રોબ્લેમ ,અળસી

રફ વાળ (Rough Hair)માં ચમક લાવવા માટે અળસી અને ચોખાનો પ્રયોગ

ચોખા અને અળસી વાળને મજબૂત, ચમકદાર અને સ્વસ્થ બનાવવા માટે ઘણા જ ફાયદાકારક છે. આ બંને સામગ્રીનો એક સાથે પ્રયોગ કરવાથી એ તદ્દન કેરોટિન (Carotene) જેવું કામ કરે છે. અળસી અને ચોખા ઓમેગા-3, ફેટી એસિડ, વિટામિન (Vitamin E & Vitamin B) તથા મિનરલ્સથી ભરપૂર હોય છે જે વાળને પોષણ પૂરું પાડે છે, એ હાઇડ્રેટ કરે છે ઉપરાંત, ક્યૂટિકલને સ્મૂથ બનાવે છે જે હૅર ગ્રોથ વધારે છે. આ પ્રયોગથી વાળ ખરવાનું અને તૂટવાનું પ્રમાણ ઓછું થાય છે. અળસી સ્કૅલ્પ અને વાળને હાઇડ્રેટ રાખે છે જ્યારે ચોખાનું પાણી વાળના મૂળને દ્રઢ બનાવે છે.

Rough Hair, રફ હેર, પ્રોબ્લેમ ,અળસી

અળસી અને ચોખાની હૅર જેલ બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક મોટા બાઉલમાં એક કપ પાણી લો.

2. તેમાં એક ચમચી અળસીના બીજ અને એક ચમચી ચોખા ઉમેરો.

3. આ પાણીને 10 મિનિટ સુધી ગૅસ પર પકાવી લો. જ્યારે પાણી અડધાથીયે ઓછું થઇ જાય ત્યારે ગૅસ બંધ કરી દો.

4. આ પાણી એક જેલ સ્વરુપમાં પરિવર્તિત થઇ જશે.

5. એને સારી રીતે ગાળી લેવું અને એમાં 1 ચમચી બદામનું તેલ (Almond Oil) ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.

Rough Hair, રફ હેર, પ્રોબ્લેમ ,અળસી

શી રીતે લગાવશો વાળ પર અળસી અને ચોખાની જૅલ?

આ તૈયાર જૅલ (Hair Gel)ને વાળમાં સારી રીતે લગાવી લો. ત્યારબાદ અડધા કલાકે વાળ ધોઇ લેવા. તમે જોશો કે એકવારના પ્રયોગથી જ તમારા સાવરણી જેવા રુખા વાળ સિલ્ક જેવા મુલાયમ બની જશે. આ પ્રયોગ તમે દર અઠવાડિયે કરી શકો છો.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: અણગમતા વાળ દૂર કરવા માટે લીંબુ અને ખાંડનો વેક્સ ઘરે જ બનાવો…બ્યુટી પાર્લરનો ખર્ચ બચાવો!

આ પણ વાંચો: એલોવેરાથી ખોડો શી રીતે દૂર કરવો? વાળ મજબૂત થશે…ખંજવાળની સમસ્યા દૂર કરવાની ટિપ્સ..!

આ પણ વાંચો: શેવિંગ માટે ક્રીમના સ્થાને કરો કાચા દૂધનો વપરાશ…વાળ થશે સફાચટ…ચહેરા પર છવાશે નિખાર! આ રહી ટિપ્સ…