રાજ્યનું રાજકારણ જ્ઞાતિવાદથી મુક્ત રાખવા વાતો બધા કરે છે પણ અંતે તો આજ વાતનું અનુકરણ બધા કરે છે
ચુંટણી ટાણે દરેક જ્ઞાતિ સમાજને પોતાની લાગણી વ્યકત કરવાનો અધિકાર છે
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
ગુજરાત રાજય ૧૯૬૦માં અસ્તિત્વમાં આવ્યુ. દ્વિભાષી મુંબઇ રાજયમાંથી તેનું સર્જન થયુ હતુ. પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા હતા. ત્યારબાદ બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઇ, ઘનશ્યામભાઇ ઓઝા, ચીમનભાઇ પટેલ, બાબુભાઇ જશભાઇ પટેલ, માધવસિંહ સોલંી, અમરસિંહ ચૌધરી, છબીલદાસ મહેતા, કેશુભાઇ પટેલ, સુરેશ મહેતા (ટુંકાગાળા માટે), શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ અને ૧૯૯૮માં ફરી કેશુબાપા અને ર૦૦૧ થી ર૦૧૪ સુધી નરેન્દ્રભાઇ મોદી અને ર૦૧૪ થી ર૦૧૬ સુધી આનંદીબેન પટેલ, ર૦૧૬ થી અત્યાર સુધી વિજયભાઇ ‚પાણી મુખ્યમંત્રી છે અને અત્યારે જે સંકેત છે તે પ્રમાણે ર૦રરની ચુંટણીમાં ભાજપ વિજયભાઇ ‚પાણીના નેતૃત્વ હેઠળ જ ચુંટણી જંગના મેદાનમાં ઉતરવાનો છે. પક્ષ પ્રમાણે વાત રીએ તો ૧૯૬ર થી ૧૯૬૯ સુધી તો એધારી અવિભત એટલે કે બળદની જોડીવાળી કોંગ્રેસ સત્તા પર હતી. હિતેન્દ્ર દેસાઇ, મોરારજી દેસાઇ, મોરારજીદેસાઇની આગેવાની હેઠળની સંસ્થા કોંગ્રેસ સાથે રહેતા બે વર્ષ (કે દોઢ વર્ષ) સંસ્થા કોંગ્રેસનું શાસન હતુ. ૧૯૭રમાં ઇન્દીરા ગાંધીના નેતૃત્વવાળા શાસક કોંગ્રેસને બહુમતી મળી ઘનશ્યામભાઇ મુખ્યમંત્રી બન્યા અને ૧૯૭૩માં તેમની સામે કોંગ્રેસમાં બળવો થતા ઇન્દીરા ગાંધીની નારાજગી છતા ચીમનભાઇ મુખ્યમંત્રી બન્યા. ૧૯૭પમાં નવ નિર્માણ આંદોલન બાદ સંસ્થા કોંગ્રેસ અને તત્કાલીન જનસંઘના ચીમનભાઇ પટેલના પક્ષના ટેકા સરકાર બની તેના મુખ્યમંત્રી બાબુભાઇ જશભાઇ પટેલ ત્યારબાદ ફરી ૧૯૮૦માં અને ૧૯૮પમાં કોંગ્રેસની સત્તા આવી. જો કે ૧૯૯૦ની ચુંટણીમાં જનતાદળ ભાજપની મિશ્ર સરકાર ચીમનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રચાઇ. રાજકીય ઘટનાક્રમના અનુસંધાનમાં ભાજપ ખસી ગયુ ચીમનભાઇએ કોંગ્રેસમાં ભળી મુખ્યમંત્રી પદ જાળવ્યુ. જો કે તેમના દેહવિલય બાદ છબીલદાસ મહેતા દોઢ વર્ષ સુધી રહ્યા. ૧૯૯પથી ગુજરાતમાં ભાજપના બંડખોર નેતાઓને બે વર્ષ રાજ કરવાની તક મળી. પણ ફરી ભાજપે જ સત્તા સંભાળી જે આજ સુધી તેની પાસે જ છે.

આ ઇતિહાસ વાગોળવાનું કારણ છે કે ફરી ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદના ધોરણે મુખ્યમંત્રી પદ માગવાનો દૌર શરૂ થયો છે. અથવા તો અમારી જ્ઞાતિને ન્યાય મળ્યો નથી. તેવો કચવાટ શરૂ થયો છે. ગુજરાતમાં ફરી પટેલ મુખ્યમંત્રી હોવા જોઇએ અથવા તો નવા અર્થમાં કહીએ તો પાટીદાર મુખ્યમંત્રી હોવા જોઇએ તેવી લાગણી પાટીદાર સમાજમાંથી ઉભી થઇ છે. ત્યારબાદ કેટલાક ક્ષત્રિય સંગઠનોએ ક્ષત્રિય મુખ્યમંત્રી હોવા જોઇએ તેવો નારો વહેતો કર્યો છે. હવે કોળી સમાજ જેની વસતી વધારે છે તેવા દાવા સાથે તેમને કોઇ પક્ષે મુખ્યમંત્રી પદ કે પ્રદેશ પ્રમુખ પદ આપ્યુ જ નથી. અને મોટી વોટબેંક છતા અન્યાય થયો છે. તેવી વાત શરૂ થઇ છે. ભલે હજી સુધી કોળી સમાજે મુખ્યમંત્રી પદ માંગ્યુ નથી પરંતુ ઉપરા છાપરી જે બે કોળી મહા સંમેલનો મળવાના છે તેમાં આ માંગણી આવી શકે છે. જો કે કુંવરજીભાઇ બાવળીયા સહીત પ્રધાનો તો છે જ અને ભાવનગરમાંથી ચુંટાયેલા ભાવનગરના સાંસદ સભ્ય હાલ ભાજપના રાષ્ટ્રીય ઉપાઘ્ય છે. જયારે પાટીદાર સમાજની વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહીત ૬ પ્રધાનો છે.જયારે મનસુખભાઇ માંડવીયા અને પરશોત્તમભાઇ ‚પાલા કે જેઓ કેન્દ્રની મોદી સરકારમાં મહત્વના ખાતાઓ સંભાળે છે. તે બન્ને પાટીદાર સમાજના જ અગ્રણીઓ છે. જયારે જીતુભાઇ વાઘાણી ત્રણ વર્ષ સુધી પ્રદેશ ભાજપના પ્રમુખ પણ રહી ચુકયા છે.

સીઆર પાટીલ જેવા વર્ષોથી ગુજરાતમાં વસતા હોય હોવા છતા જેઓ મહારાષ્ટ્રીયન છે તેમને પ્રદેશ ભાજપ પ્રમુખ બનાવવાનો મોદી-શાહની જોડીનો હેતુ એ જ હતો કે ગુજરાતમાં ભાજપ જ્ઞાતિવાદી રાજકારણથી દુર રહે અને વિચારધારા અને સુશાનના માપદંડ સાથે સત્તા મેળવતો રહે તે જ છે. સ્થાનિક ચુંટણીઓમાં ઉમેદવારની પસંદગી અંગે સીઆર પાટીલે જ્ઞાતિવાદી સમીકરણો જે તે વિસ્તારોમાં જરુરીયાત પ્રમાણે જાળવીને જે ઉમેદવારોની પસંદગી કરી અને તેમાં તેમને સફળતા મળી તેના કારણે તો તેઓ ભાજપના કેન્દ્રીય મોવડી મંડળની સંમતિ સાથે સ્થાનિક ચુંટણીવાળા માપદંડ અપનાવે તો પણ કોઇને આશ્ર્ચર્ય નહી થાય.

જો કે એક વાત નકકી છે કે ગુજરાતમાં દરેક પક્ષને જ્ઞાતિવાદી રાજકારણને અપનાવવુ જ પડે છે. ર૦૧૭ બાદ કોંગ્રેસ (વિપક્ષ)ના નેતા તરીકે પરેશ ધાનાણી છે અને પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા અમીત ચાવડા છે એટલે એમાં નવુ કશુ નથી હવે બદલાવા છે પણ હજી સુધી કાંઇ નકકી થયુ નથી.
તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી અને ઉત્તર ગુજરાતના કદાવચર પાટીદાર નેતા નીતિન પટેલે સાચુ જ કહ્યુ છે કે દરેક સમાજને આવી માંગણી કરવાનો અધિકાર છે પરંતુ ભાજપમાં તો આ અંગેનો નિર્ણય ભાજપનું મોવડી મંડળ જ લેતુ હોય છે. આમા કશુ નવુ નથી. પાટીદાર અનામત આંદોલન ચાલુ હતુ ત્યારે ભાનુશાળી સહીત ૧૪ જેટલા સમાજોએ અનામતની માંગણી કરી હતી. એટલે તો આંદોલનને શાંત પાડવા માટે સરકારને આર્થિક રીતે પછાત નિગમની વાત કરવી પડી. જો કે અનામત તો આપવી અઘરી છે અને મરાઠા અનામત સર્વોચ્ચ અદાલતે રદ કર્યા બાદ સર્વોચ્ચ અદાલતે રદ કર્યા બાદ હવે જયા સુધી બંધારણમાં સુધારા કરી અનામતની મર્યાદા પ૦ ટકાથી વધારવામાં નહી આવે ત્યા સુધી તો અન્ય જ્ઞાતિઓ માટે અનામત મળવુ શકય નથી. જો કે દરેક સમાજને રાજય, જિલ્લા તાલુકા મહાનગર કે ગ્રામ્ય ક્ષેત્રે હોદ્દાઓની માગણી કરવાનો અધિકાર છે જ. આ તબકકે એક વાતની યાદ આપી દઇકે કે ૧૯૮પના સમયગાળામાં તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ જે જ્ઞાતિવાદી સમીકરણો પર આધારીત ખામ થીયરીના આધારે ગુજરાત વિધાનસભામાં ૧૪૯ બેઠકો મેળવી હતી વજે હજી સુધી કોઇએ મેળવી શકય નથી. ખામ એટલે કે ક્ષત્રિય એચ.એટલે હરીજન એ એટલે આદિવાસી અને એમ.એટલે મુસ્લિમ એવી થીયરી બનાવી હતી. જો કે ૧૯૯૦ બાદ આ થીયરી સફળ થઇ નથી તે પણ હકીકત છે.
જેમ રાજકારણમાં ધર્મનો ઉપયોગ થઇ શકતો નથી. છતાંય રાજકારણીઓ કરે જ છે.જ્ઞાતિવાદ પણ રાજકારણ યોગ્ય નથી છતાય તમામ પક્ષો વખત આવ્યે જ્ઞાતિવાદનુ કાર્ડ ઉતરે જ છે. એટલા માટે તો પ્રધાનમંડળની રચના હોય કે સ્થાનિક ચુંટણીના હોદ્દેદારોની નિમણુંક થવાની હોય ત્યારે અમારા સમાજને હોદ્દો આપો તેવી માગણી પણ અવાર નવાર ઉઠતી જ રહે છે. વખતો વખત આવુ બને છે. તેમ આ વખતે જયારે ર૦રરની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરુ કરી દીધી છે હવે તેવે સમયે આ દરેક સમાજમાંથી આ પ્રકારની માગણી ઉઠે તે સહજ અને સ્વાભાવિક છે. ફલાણા પક્ષ કે ઢીંકણા પક્ષે અમારી જ્ઞાતિને અમારા સમાજને અન્યાય કર્યો છે. તેવી લાગણી અને માગણી ઉભી થાય તો કોઇને આશ્ર્ચર્ય થવાનુ નથી તે પણ હકીકત છે.
