Not Set/ ચૂંટણીવાળા પાંચ રાજ્યો કોરોનાગ્રસ્ત બન્યા

કોરોનાના કહેરની પ્રથમ લહેર વચ્ચે બિહારમાં ચૂંટણી યોજાઈ ત્યારે ત્યાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું જ હતું. પંજાબ અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાએ જે રીતે માથુ ઉંચક્યું છે તે જાેતા પંજાબમાં તો કેપ્ટનની સરકાર દ્વારા કેટલાક સ્થળે આંશિક લોકડાઉન તો કેટલાક સ્થળે રાત્રિ કફ્ર્યુ જેવા પગલાં ભરવા પડ્યા છે.

India Trending

પશ્ચિમ બંગાળ અને આસામમાં કોરોનાના કેસોમાં ૩૩૧ ટકાથી વધુ પ્રમાણમાં વધારો, તમિલનાડુ અને કેરળ પોંડીચેરીમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

દેશભરમાં કોરોનાના કેસો ૧ લાખ ૬૮ હજારની વિક્રમસર્જક સપાટીએ પહોંચ્યા છે તો બીજી બાજુ ૧૧ રાજ્યોમાં તો અત્યંત ગંભીર કહી શકાય તેવી સ્થિતિ છે. તે પૈકી આઠ રાજ્યોના ૩૦ થી વધુ જિલ્લાઓમાં રાત્રિ કફ્ર્યૂ છે તે કેટલાક સ્થળોએ આંશિક લોકડાઉન પણ ચાલે છે. સંજાેગો કપરા છે. ગુજરાતમાં તો રેમડેસિવીર ઈન્જેકશન પછી સર્જાયેલી સ્થિતિના પગલે મેડિકલ ઈમરજન્સીની ગુજરાત હાઈકોર્ટને ટકોર કરવી પડી છે અને સરકાર પાસે જવાબ પણ માગ્યો છે તેવે સમયે ભારત પણ કોરોનાના કેસમાં મોખરે નીકળી ગયું છે. તો સાથોસાથ વેક્સીનેશનમાં મોખરે રહેનાર ભારતને ત્રીજી વેક્સીનની કામગીરી માટે પણ સફળતા મળી ગઈ છે. જ્યારે બીજી બાજુ જે ચાર રાજ્યોમાં મતદાન પૂર્ણ થયું અને પાંચમા રાજ્ય બંગાળમાં ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થયા અને પાંચમો તબક્કો હજુ બાજુ છે તેવે સમયે ત્યાં રાજકીય પ્રચારઆંધી વચ્ચે અને સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા ધુંઆધાર પ્રચાર વચ્ચે કોરોનાનો કહેર પણ યથાવત છે. ત્યાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે અને રાજકારણીઓ પ્રચારમાં વ્યસ્ત છે અને માસ્ક વગરના નેતાઓની ફોજના રોડ શોની કિંમત અત્યારે પણ પશ્ચિમ બંગાળની પ્રજા ચૂકવી રહી છે અને હજુ પણ મોટી કિંમત ચૂકવવી પડે તેવી સ્થિતિ છે.

Bihar Covid Update: 24 घंटे में कोरोना के 111 नए केस, NMCH के दो डॉक्टर भी  पॉजिटिव corona cases crossed 600 figure in bihar two doctors of nmch patna  find covid positive bramk

આ અંગે જે સત્તાવાર આંકડાઓ જાહેર થયા છે તેનો અભ્યાસ કરીએ તો જણાશે કે તમામ ચૂંટણીગ્રસ્ત રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પોંડીચેરી હવે કોરોનાગ્રસ્ત પણ બની રહ્યા છે. આ તમામ રાજ્યોમાં ચૂંટણીની તારીખ જાહેર થતાં પહેલાં જ પ્રચાર શરૂ થઈ ગયો હતો. પશ્ચિમ બંગાળમાં તો પ્રાદેસિક પક્ષના મહિલા મુખ્યમંત્રીને હરાવવા માટે દિલ્હીમાં જાણે કે કોઈ મોટું કામ જ ન હોય તેમ ૨૦ થી વધુ કેન્દ્રીય પ્રધાનોની ફોજ ઉતરી પડી છે. વડાપ્રધાન પોતે એકાંતરા ત્રણ ત્રણ રેલી યોજી રહ્યા છે. વડાપ્રધાને પશ્ચિમ બંગાળમાં ભૂતકાળના અન્ય કોઈ વડાપ્રધાનો કરતાં એક રાજ્યમાં વધુ રેલી કરવાની જરૂર પડી તેનો જવાબ કેન્દ્રમાં સત્તાધારી પક્ષના નેતાઓ જ આપી શકે. હવે કોરોનાની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં કોરોનાની સંખ્યા ૩૦૨૩૦ને વટાવી ગઈ છે. જે ત્યાં કેસોમાં ૩૭૮ ટકા વધારો થયાનો સ્પષ્ટ સંકેત આપે છે. ૨૭ એપ્રીલે ચૂંટણીના આખરી તબક્કાનું મતદાન છે. પશ્ચિમ બંગાળમાં રોજના ૪૩૯૮ થી વધુ કેસો નોંધાઈ રહ્યા ચે. છેલ્લા થોડા દિવસોમાંથી આનાથી વધુ વધારો થયો છે. છતાંય આશ્ચર્યની વાત એ છે કે જે રાજ્યમાં છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાના કેસમાં વધતો ઓછો નહિ પણ ૩૭૮ ટકાનો વધારો થયો છે તે પશ્ચિમ બંગાળમાં ગૃહમંત્રી અમીત શાહના માસ્ક વગરના રોડ શો મોટી સંખ્યામાં યોજાઈ ગયા છે તો બીજી બાજુ વડાપ્રધાનની વિશાળ હાજરીવાળી રેલીમાં પણ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રોડ શોમાં માસ્ક વગરના જોવા મળ્યા હતા. તો મમતા બેનરજી સહિતના આગેવાનોની રેલી અને રોડ શો માં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળી રહ્યાં છે.

Coronavirus in Bihar: Six new cases reported; total reaches 38

ચૂંટણી પંચ ભલે તેમણે કરેલ પ્રવચનોને બહાનુ આપી મુખ્યમંત્રી મમતા બેનરજીને ચૂંટણી પ્રચાર કરવાની એક દિવસ મનાઈ ફરમાવીને પોતે મોટું કામ કર્યાનો સંતોષ લેતં હોય પરંતુ દિલ્હી હાઈકોર્ટની ટકોર છતાં અન્ય નેતાઓને માસ્ક વગર રોડ શો કરતાં રોકવામાં સફળ થયું નતી. જો કે દાવો એવો થાય છે કે ભીડ ભેગી થાય ત્યાં સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરાવવું ઘણું અઘરું છે. આ પણ એક મહત્ત્વની વાત કહી શકાય તેમ છે. ચૂંટણીપંચે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા નેતાઓના પ્રચાર પર પ્રતિબંધ લગાવવાની ચેતવણી શુક્રવારે આપી છે પણ તેમાં તે મોડું પડી ગયું છે. તે વાત પણ નોંધવી પડી છે. કારણ કે બંગાળમાં આઠ પૈકી ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું ચે. આ સંજાેગોમાં હવે કેવા પગલાં ભરાય છે તે જોવાનું રહે છે.

Coronavirus In Siwan, Bihar News In Hindi Number Of Corona Virus Infected  Cases Increased To 39 In Bihar - Coronavirus In Bihar: बिहार में 12 नए  मामले, संक्रमितों की संख्या 51 हुई -

પશ્ચિમ બંગાળમાં તો કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે તો આગામી દિવસોમાં પણ વધે તેવી પૂરેપુરી શક્યતા છે. પરંતુ જે રાજ્યોમાં મતદાન થઈ ચૂક્યું છે ત્યાં પણ સ્થિતિ નોંધપાત્ર પ્રમાણમાં સારી તો નથી જ. આસામમાં જે આંકડા આવ્યા (સત્તાવાર) તેના પર નજર કરીએ તો જણાશે કે ત્યાં માત્ર ૧૪ દિવસના ટૂંકા ગાળામાં કોરોનાના કેસોમાં વધતો ઓછો નહી પરંતુ ૩૩૧ ટકાનો ધરખમ વધારો જોવા મળ્યો છે. જ્યારે પશ્ચિમ બંગાળ પછીના મોટા રાજ્ય ગણાતા તમિલનાડુમાં તો કોરોનાના કેસોમાં ૧૪ દિવસ દરમિયાન ૧૭૩ ટકાનો વધારો થયો છે. જ્યારે નાનકડા અને માત્ર ૩૦ વિધાનસભા બેઠકો ધરાવતા રાજ્ય પોંડીચેરીમાં ૧૪ દિવસમાં ૧૭૩ ટકા જેટલો વધારો કોરોનાના કેસોમાં નોંધાયો છે. જે રાજ્યમાં જાન્યુઆરી ૨૦૨૦માં કોરોનાનો પ્રથમ દર્દી જોવા મળ્યો હતો તે કેરળમાં અમુક સમય બાદ પરિસ્થિતિ કાબૂમાં પણ આવી ગઈ હતી પરંતુ ચૂંટણી પ્રચારના અંતિમ ૧૪ દિવસ દરમિયાન ત્યાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ભલે ૧૪૦ બેઠકોવાળા અને અતિશિક્ષિત ગણાતા આ રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસોમાં ૮૪ ટકાનો વધારો થયો છે.

Coronavirus: Mask Investigation Campaign Started In Bihar To Prevent  Increased Infection - कोरोना वायरस: बढ़ते संक्रमण को रोकने के लिए बिहार में  चलाया गया मास्क जांच अभियान - Amar Ujala ...

ટૂંકમાં કોરોનાના કહેરની પ્રથમ લહેર વચ્ચે બિહારમાં ચૂંટણી યોજાઈ ત્યારે ત્યાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું જ હતું. પંજાબ અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાએ જે રીતે માથુ ઉંચક્યું છે તે જાેતા પંજાબમાં તો કેપ્ટનની સરકાર દ્વારા કેટલાક સ્થળે આંશિક લોકડાઉન તો કેટલાક સ્થળે રાત્રિ કફ્ર્યુ જેવા પગલાં ભરવા પડ્યા છે. સ્થાનિક ચૂંટણી બાદ ગુજરાતમાં પણ ચાર મુખ્ય મહાનગરોમાં તો લાંબા સમયથી  રાત્રિ કફ્ર્યું છે જ તો ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ આ ચાર મહાનગરો સિવાયના અન્ય ૨૦ નગરોમાં રાત્રિ કફ્ર્યુ લગાવવામાં આવ્યો છે. ઘણા સ્થળો સ્વૈચ્છિક લોકડાઉન પણ થાય છે.

Bihar Coronavirus cases Today till April 11th । Bihar Corona Update: बिहार  में कोरोना के 3756 नए मामले सामने आए, 6 और लोगों की मौत - India TV Hindi  News

આ બધા સંજોગોનું તારણ એટલું જ કાઢી શકાય કે રાજકારણીઓને પંજાબ હોય મહારાષ્ટ્ર હોય કે પછી વિધાનસભાની ચૂંટણીપ્રક્રિયાવાળા પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, તમિલનાડુ અને પોંડિચેરીમાં ચૂંટણી પ્રચારની ગરમીની સાથે કોરોનાનો કહેર વધ્યો જ છે અને ચૂંટણીગ્રસ્ત રાજ્યો કોવિદ ગાઈડલાઈનના ધજાગરા ઉડવાને કારણે કોરોનાગ્રસ્ત રાજ્યો કોવિદ ગાઈડલાઈનના ધજાગરા ઉડવાને કારણે કોરોનાગ્રસ્ત રાજ્યો પણ બન્યા છે.