Rajkot News/ રાજકોટ-મુંબઈની ત્રણ ફ્લાઇટ કેન્સલ થતાં પ્રવાસીઓ ધુંઆપુંઆ

રાજકોટ એરપોર્ટ પર મુંબઈની ત્રણ ફ્લાઇટ કેન્સલ કરતાં સંખ્યાબધ એર ટ્રાવેલરો રઝળી પડ્યા છે. આ પ્રકારે અચાનક ફ્લાઇટ રદ કરવાથી લોકોમાં આક્રોશની સ્થિતિ જોવા મળી રહી છે. મુંબઈ એરપોર્ટ પર રનવેનું મેઇન્ટન્સ હોવાના કારણે ફ્લાઇટ રદ કરવાનું કારણ અપાયું છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ-મુંબઈની ત્રણ ફ્લાઇટ (Flight) રદ થતાં સંખ્યાબંધ પેસેન્જરો રઝળી પડ્યા છે. રાજકોટના મુસાફરો (Air Travellers)માં તેના કારણે આક્રોશ જોવા મળ્યો હતો. મુંબઈમાં રનવે મેઇન્ટેનન્સ (Maintenance)ની કામગીરી ચાલુ હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં સવારે 4-20થી 7-45 સુધીમાં ઓપરેટ થતી ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ છે.

રાજકોટ-મુંબઈ ફ્લાઇટ (Flight) Cancel થતાં પ્રવાસીઓ ભડક્યા
રાજકોટ-મુંબઈ ફ્લાઇટ (Flight) Cancel થતાં પ્રવાસીઓ ભડક્યા

રાજકોટ (Rajkot) ના પેેસેન્જરોમાં Flight રદ થતાં આક્રોશ

રાજકોટના પેસેન્જરોનું કહેવું હતું કે આ બધા નિર્ણય કંઇ અચાનક લેવાયો ન હોઈ શકે. આ રીતે કંઈ મેઇન્ટેન્સ કંઈ રાતોરાતો થોડું શરૂ કરવામાં આવ્યું હોઈ શકે. તેની આખી પ્રક્રિયા હોય છે. ફ્લાઇટ રદ કરનારી કંપનીને શું આની ખબર નહી હોય. આ રીતે ફ્લાઇટ રદ થવાની હોય તો એરલાઇન્સ કમસેકમ આગોતરી જાણ કરી શકતી હતી. એસટીના મુસાફરો સાથે પણ ન થતો હોય તેવો વ્યવહાર એર ટ્રાવેલરો સાથે કરવામાં આવે તે ક્યાંથી ચાલે. આ રીતે એરપોર્ટ પર આવો ત્યારે છેક ખબર પડે કે ફ્લાઇટ રદ થઈ તેનો શું અર્થ, લોકોના કેટલાય કામ રઝળી પડે છે.

એરલાઇન્સનું રેઢિયાળ કામકાજ

એરલાઇન્સ (Airlines)ને ખબર હોય તો તે બીજી ફ્લાઇટ્સમાં ગોઠવણ કરીને પણ એર ટ્રાવેલરોને સમાવી શકી હોત, પરંતુ આ તો બધુ જાણે ટિકિટ ખર્ચનારના માથે નાખી દેવા જેવી વાત છે. એર ટ્રાવેલરને ગરજ હોય તો તે ટિકિટ રદ કરીને બીજી ફ્લાઇટમાં જાય, નહીં તો પછી તેનો આખો પ્રોગ્રામ રિશેડ્યુલ કરે.

હવે અહીં કેટલાય ધંધાર્થીઓથી લઈને નાના કારોબારીઓ હોય છે, તેઓ પોતાનો સમય બચાવવા માટે ફ્લાઇટ પસંદ કરે છે. આ સંજોગોમાં કંપનીઓ સર્વિસ આપવાના બદલે બહાના કાઢે તે ક્યાંના ન્યાય છે. કેટલાકનું કહેવું હતુ કે એરલાઇન્સ કંપનીઓ હવે એરલાઇનની જેમ નહી પણ જાણે છકડાની જેમ ચાલે છે. છકડો ભરાય તો ઉપડે એમ પ્લેનમાં અમુક લિમિટ કરતાં ઓછી ફ્લાઇટ બુક થાય તો એરલાઇન્સ કોઈને કોઈ બહાનું કાઢીને ફ્લાઇટ રદ કરી દે છે. કોઈપણ રુટ પર ખોટ કરવી કોઈને ગમતી નથી.


આ પણ વાંચો: રાજકોટ હીરાસર એરપોર્ટ નવા કાયમી ટર્મિનલના બાંધકામની વધુ એક સમયમર્યાદા ચૂક્યું

આ પણ વાંચો: અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાન-અમેરિકા યુદ્ધથી અનેક ફ્લાઇટ કેન્સલ

આ પણ વાંચો: ગુજરાતના ચાર એરપોર્ટ પર શુક્રવારે ઇન્ડિગોની 155 ફ્લાઇટ્સ રદ, આજે 26 રદ