Surat News/ સુરતમાં દીકરીઓના જન્મદર ઘટાડા પાછળ કોણ? રામગોપાલના ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ

Surat Pregnancy Racket: સુરતમાં માત્ર ₹10 હજારમાં ઘરે ગર્ભ પરીક્ષણ અને ₹15 હજારમાં ગર્ભપાત કરાવતું ગેરકાયદે નેટવર્ક ઝડપાયું, આરોગ્ય વિભાગે હોસ્પિટલ સીલ કરી

Top Stories Gujarat Surat Breaking News
Surat Pregnancy Racket: સુરતમાં દીકરી હોય તો ગર્ભપાત!

Surat News: સુરત શહેરમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત (Surat Pregnancy Racket)ના મોટા નેટવર્કનો પર્દાફાશ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. વરાછા વિસ્તારમાં ચાલતી ‘મમતા મલ્ટીસ્પેશિયાલિટી’ નામની હોસ્પિટલ પર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન ઘરે જઈ ગર્ભ પરીક્ષણ અને ત્યારબાદ ગર્ભપાત કરાવવાની ગેરકાયદે સુવિધા આપવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે.

હોસ્પિટલના નામ બદલી ફરી શરૂ કરાયો ધંધો

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રામગોપાલ ખંડેલવાલ અગાઉ પણ વિવાદોમાં સપડાયો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં હોસ્પિટલના નામમાં ફેરફાર કરીને ફરી ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અગાઉ ‘સંતોષ હોસ્પિટલ’ અને પછી ‘શિવાય મલ્ટીસ્પેશિયાલિટી’ નામથી કામગીરી ચાલતી હતી. હવે ‘મમતા મલ્ટીસ્પેશિયાલિટી’ નામથી ફરી નેટવર્ક સક્રિય થયું હતું.

Surat Pregnancy Racket
Surat Pregnancy Racket

Surat Pregnancy Racket: ઘરે જઈ ગર્ભ પરીક્ષણની સુવિધા

આ સમગ્ર રેકેટમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપીઓ પોર્ટેબલ અલ્ટ્રાસાઉન્ડ મશીન લઈને સીધા ગ્રાહકોના ઘરે જઈ ગર્ભ પરીક્ષણ (Surat Pregnancy Racket) કરતા હતા. માત્ર ₹10 હજાર લઈને ઘરે બેઠા જ બાળકનો લિંગ જાણવા મળતો હોવાનો દાવો કરવામાં આવતો હતો. ત્યારબાદ ગર્ભપાત માટે પણ ગેરકાયદે વ્યવસ્થા ગોઠવાતી હતી.

આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

આરોગ્ય વિભાગે દરોડા દરમિયાન હોસ્પિટલને સીલ કરી દીધી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ મશીનના ઉપયોગ, રજિસ્ટર અને મંજૂરી સંબંધિત નિયમોના ભંગની પણ તપાસ હાથ ધરી છે.

સુરતમાં ઘટતા સ્ત્રી જન્મદરને લઈ ચિંતા

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્ત્રી જન્મદર ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે. આ ગંભીર મુદ્દે રાજ્ય આરોગ્ય વિભાગે પણ નોંધ લીધી છે. જિલ્લા સ્તરે મોનિટરિંગમાં બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે અને જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.


આ પણ વાંચો:સુરત ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટ,અગાઉ પણ આ જ સ્થળે ચાલતું હતું રેકેટ

આ પણ વાંચો:સુરતમાં ફરી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાસ, ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ફરી ઝડપાયા

આ પણ વાંચો:સુરત શહેરમાં ફરી ઝડપાયો ગર્ભ પરિક્ષણનો ખેલ, રૂપિયા લઈને કરવામાં આવતું હતું પરિક્ષણ