Not Set/ EOS-3 સેટેલાઇટ લૉન્ચનું કાઉન્ટડાઉન, હવામાન સંબંધી પ્રવૃત્તિઓ સમજવામાં રહેશે સરળતા

ભારત 75મા સ્વતંત્ર દિવસ પહેલા અંતરિક્ષમાં એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. ઈસરો પૃથ્વી પર દેખરેખ રાખનાર ભારતના પ્રથમ સેટેલાઈટ EOS-03નું લોન્ચિંગ કરવાનું છે. જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

Top Stories India
setelite launch EOS-3 સેટેલાઇટ લૉન્ચનું કાઉન્ટડાઉન, હવામાન સંબંધી પ્રવૃત્તિઓ સમજવામાં રહેશે સરળતા

સેટેલાઇટ લોન્ચ : ઈસરો ફરી એકવાર નવો રેકોર્ડ રચવા જઈ રહ્યું છે. ભારત 75મા સ્વતંત્ર દિવસ પહેલા અંતરિક્ષમાં એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. ઈસરો પૃથ્વી પર દેખરેખ રાખનાર ભારતના પ્રથમ સેટેલાઇટ  EOS-03નું લોન્ચિંગ કરવાનું છે. જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

s1 EOS-3 સેટેલાઇટ લૉન્ચનું કાઉન્ટડાઉન, હવામાન સંબંધી પ્રવૃત્તિઓ સમજવામાં રહેશે સરળતા

પૂર-ચક્રવાત જેવી આપત્તિઓના વાસ્તવિક સમયની થશે જાણ
ઉપગ્રહ સરહદ સુરક્ષા માટે પણ ઉપયોગી
ભારતની જમીન- સરહદો પર રાખશે નજર

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન 12 ઓગસ્ટે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લોન્ચ કરશે. આ સેટેલાઈટ ને ‘આઈ ઈન ધ સ્કાય’ એટલે કે આકાશમાં ‘આંખ’ કહેવામાં આવે છે. કોરોના મહામારીના કારણે અટકેલી ઈસરોની ગતિવિધિઓને આ લોન્ચિંગથી ગતિ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.EOS-03 ને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડથી જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ-F10 GSLV થી 12 ઓગસ્ટની સવારે 5.43 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ફાઈનલ લોન્ચ મોસમની સ્થિતિઓ પર નિર્ભર રહેશે.

s2 EOS-3 સેટેલાઇટ લૉન્ચનું કાઉન્ટડાઉન, હવામાન સંબંધી પ્રવૃત્તિઓ સમજવામાં રહેશે સરળતા

આ સેટેલાઈટ ને જિયો ઈમેજિંગ સેટેલાઈટ-1 પણ કહેવામાં આવે છે.આના દ્વારા ભારતની સાથે-સાથે ચીન અને પાકિસ્તાનની સરહદો પર પણ નજર રાખી શકાશે. આ કારણથી આ સેટેલાઈટને ‘આઈ ઈન ધ સ્કાય’ પણ કહેવામાં આવે છે. EOS-03 સમગ્ર દેશની દરરોજ 4-5 તસવીરો મોકલશે. આ સેટેલાઈટ ની મદદથી જળાશયો, પાક, તોફાન, પૂર અને ફોરેસ્ટ કવરામાં થનારા ફેરફારોનું રિયલ-ટાઈમ મોનિટરિંગ સંભવ થશે. આ સેટેલાઈટ ધરતીથી 36 હજાર કિમી ઉપર સ્થાપિત થયા પછી એડવાન્સ ‘આઈ ઈન ધ સ્કાય’ એટલે કે આસમાનમાં ઈસરોની આંખ તરીકે કામ કરશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી / પતેતી અને જન્માષ્ટમીએ પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે ખુલ્લુ

RatanTata4President / રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ પૂર્ણ, રતન ટાટાને રાષ્ટ્રપતિ બનાવવાની માગણી

WhatsApp / એકવાર તમે મેસેજ જોશો અને થઇ જશે ગાયબ,કોઈને ખબર પણ નહિ પડે 
મેઇલ શેડ્યૂલ / મોબાઇલ એપ અને ડેસ્કટોપ પર ઇમેઇલ કેવી રીતે શેડ્યૂલ કરવી, સંપૂર્ણ પ્રક્રિયા જાણો
ઇલેક્ટ્રિક સ્કૂટર / 15 ઓગસ્ટના રોજ લોન્ચ થશે,પૂર્ણ ચાર્જ પર 240 કિલોમીટર  દોડશે,  ઓલાને આપશે સ્પર્ધા 
બાળકો પર ખરાબ અસર / ચીન સરકારની કમ્પ્યુટર ગેમ ઉદ્યોગ પર કડક કાર્યવાહી, ભારતમાં શક્ય બનશે ?
સોશિયલ મીડિયા / લોકોનો વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે, ગેરમાર્ગે દોરનારા સમાચારને કારણે  મુશ્કેલી વધી રહી છે