સુરત/ લીફટમાં બાળકનો હાથ ફસાઈ જતા ખભાથી પડ્યો છૂટો અને પછી….

વેસુ વિસ્તારમાં એક નવ નિર્મિત પ્રધાન મંત્રી આવાસની બાંધકામ સાઈટ ઉપર એક વર્ષનું માસુમ બાળક લોડિંગ લિફ્ટની અડફેટે આવી જતા જમણો હાથ ખભાથી છૂટો પડી ગયો હતો.

Top Stories Gujarat Surat
લીફટમાં
  • સુરત: વેસુ નવનિર્મિત આવાસની ઘટના
  • લીફટમાં બાળકનો હાથ ફસાતા કપાઇ ગયો
  • માતા બાળકને ટુવાલમાં વીંટીને જઇ રહ્યા હતા
  • 1 વર્ષના પ્રિન્સ મુકેશ રાવતની હાલત ગંભીર

Surat News: સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે અવી છે. શહેરના વેસુ વિસ્તારમાં એક નવ નિર્મિત પ્રધાન મંત્રી આવાસની બાંધકામ સાઈટ ઉપર એક વર્ષનું માસુમ બાળક લોડિંગ લિફ્ટની અડફેટે આવી જતા જમણો હાથ ખભાથી છૂટો પડી ગયો હતો.  તાત્કાલિક બાળકને લઈને પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં બાળકને દાખલ કરી સારવાર કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના વતની મુકેશભાઈ રાવ હાલમાં સુરતના વેસુ વિસ્તારમાં બની રહેલા મનપાના આવાસમાં રહીને ત્યાં કામગીરી કરે છે. આ દરમિયાન આજે તેઓનો 1 વર્ષનો બાળક રમતા રમતા લોડીંગ લીફ્ટ મશીન પાસે ચાલી ગયો હતો. જ્યાં બાળકનો હાથ લીફ્ટના મશીનમાં આવી જતા બાળકનો હાથ કપાઈ ગયો હતો.

ઘટના બાદ બાળકના રડવાના અવાજ થી ભાગદોડ મચી ગઇ હતી. તાત્કાલિક સિવિલ લઈ આવ્યા હતા. બાળક બાદ માસુમ પ્રિન્સનો કપાઈ ગયેલો હાથ પણ સાથી મજૂર લઈ ને સિવિલ આવ્યો હતો. ખભાના ભાગેથી જ હાથ છૂટો પડી ગયો હતો. ઉપરાંત પ્રિન્સના માથા પર પણ ગંભીર ઇજા થઇ હતી. હાલ પ્રિન્સને ટ્રોમાં સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપી ઓપરેશનમાં લેવાની ફરજ પડી છે.



આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા