રાજકોટના પનોતા પુત્ર અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીના પરિવારના આંગણે શુભ પ્રસંગ આવી રહ્યો છે. રૂપાણી દંપતિના પુત્ર ઋષભ રૂપાણીના ગોળધાણા ખાવા માટેનું મુહૂર્ત નિશ્ચીત થયું છે અને તે બાદ ટુંક સમયમાં સગાઇ અને લગ્નના પ્રસંગો વિધિવત રીતે યોજવામાં આવશે.
અમેરિકા / કોંગ્રેસનલ પ્રોગ્રેસીવ કોકસના અધ્યક્ષ તરીકે ભારતીય મૂળના પ્ર…
ઉલ્લેખનીય છે કે ઋષભ રૂપાણી હાલ અમેરિકામાં તેમના એન્જીનીયરનો અભ્યાસ પુરો કરી રહ્યા છે. ઋષભે તેમના માતા-પિતાનો સામાજિક જવાબદારી નો વારસો જાળવી રાખ્યો છે, મુખ્યમંત્રી રૂપાણી ચૂંટણીમાં ઊભા હતા ત્યારે તેણે કાર્યકર્તા તરીકે ખૂબ જ સુંદર કામ કર્યું હતું. ઋષભે હવે તેની બચપણની મિત્ર અદિતિને જીવનસાથી બનાવવાનું પસંદ કર્યું છે. રાજકોટની વતની અદિતિનો પરિવાર વડોદરામાં સ્થાયી થયેલો છે.

રાજકોટના પ્રતિષ્ઠિત પરિવારના બંને સંતાનો અદિતિ અને ઋષભે સાથે સાથે શિક્ષણ મેળવ્યું છે ઉપરાંત એન્જીનીયરીંગમાં પણ બંને સાથેજ અભ્યાસ કર્યો છે અને હવે જીવનની સફરમાં પણ હમસફર બનવાનો નિર્ણય લીધો છે. બંને પરિવારોએ સહર્ષ ખુશાલી સાથ આ નિર્ણયને વધાવી લીધો હતો, તથા ગોળધાણાની રસમની તૈયારી સાથે સ્વીકૃતિ અને આશિર્વાદ પણ આપશે. રૂપાણી દંપતિના એક પુત્રી ચાર્ટડ એકાઉન્ટ છે અને તેઓ તેમના પતિ સાથે લંડનમાં સ્થાયી થયા છે. રૂપાણી પરિવાર હવે આ બીજો પ્રસંગ માટે ધામધુમથી કરશે.
Farmer Protesst / તીન તલાકની જેમ તીન કાનુન પણ નહીં થાય નાબુદ, કૃષી બિલ મામલે સ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
