Dhiraj Sahu/ કોણ છે ધીરજ સાહુ? જેના પૈસા ગણતા ગણતા મશીન પણ થાકી ગયું, 220 કરોડથી વધુની રોકડ

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના પરિસરમાંથી અઢળક રોકડ મળી આવી હતી કે મશીન પણ તેને ગણતા જખરાબ થઇ ગઈ હતી. તો ચાલો તમને જણાવી દઈએ કે ધીરજ સાહુ શું કામ કરે છે કે તેણે આટલા પૈસા ભેગા કર્યા?

India
ધીરજ સાહુ

આવકવેરા વિભાગે રૂ. 220 કરોડથી વધુની રોકડ જપ્ત કરી છે. અને આ રોકડ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ અને તેમના સંબંધીઓના અનેક સ્થળોએ દરોડા દરમિયાન મળી આવી હતી. આ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યા હતા. દરોડા દરમિયાન આ સ્થળોએથી જપ્ત કરાયેલી નોટોની સંખ્યા એટલી વધારે હતી કે તેને ગણવા માટે મંગાવવામાં આવેલા ઘણા મશીનો બંધ પડી ગયા હતા. નોટોની સંખ્યાને જોતા તેને 150 થી વધુ થેલીઓમાં પેક કરીને ટ્રક મારફતે લાવવામાં આવી હતી અને જ્યારે થેલીઓ ઓછી પડી ત્યારે આ નોટોના બંડલ પણ બોરીઓમાં રાખવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ નોટોની ગણતરીમાં હજુ એકથી બે દિવસનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં જપ્ત કરાયેલી રકમમાં વધુ વધારો થશે.તો મુદ્દો એ છે કે  કોણ છે એ વ્યક્તિ જેની જગ્યાએથી આટલી રોકડ મળી અને તેની ઓળખ શું છે?

220 કરોડથી વધુ રોકડ ધરાવનાર ધનકુબેર કોણ છે?

તમને જણાવી દઈએ કે આવકવેરા વિભાગના આ દરોડા ત્રણ રાજ્યો ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે ઓડિશામાં બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડના પરિસરમાં પણ દરોડા પાડ્યા હતા. આ કંપની કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના પરિવારની છે. બુધવારે જ આવકવેરા વિભાગની 40 સભ્યોની ટીમે ઓડિશાના બૌધ, બોલાંગીર અને સંબલપુર, ઝારખંડના રાંચી-લોહરદગા અને કોલકાતામાં એક સાથે દરોડા પાડ્યા હતા. અને આ જગ્યાઓ પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન આ રકમ જપ્ત કરવામાં આવી હતી.

કોણ છે ધીરજ સાહુ?

ધીરજ સાહુનો જન્મ 23 નવેમ્બર 1959ના રોજ થયો હતો. તેઓ કોંગ્રેસના નેતા છે. ધીરજ સાહુ જુલાઈ 2010માં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ બન્યા અને હજુ પણ સાંસદ છે. ધીરજ સાહુના પિતા બલદેવ સાહુ હતા. એવું કહેવાય છે કે તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. ધીરજ  સાહુ ના ભાઈ શિવ સાહુ રાંચીથી સાંસદ રહી ચૂક્યા છે. તેમનું નિધન થયું છે. શિક્ષણની વાત કરીએ તો ધીરજ સાહુએ ગ્રેજ્યુએશન કર્યું છે. ધીરજ સાહુ વ્યવસાયે દારૂના ધંધાર્થી છે. ઓડિશાની બૌધ ડિસ્ટિલરી તેમના પરિવારની કંપની છે. તેનો બિઝનેસ ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ફેલાયો છે. ઈન્કમટેક્સે એક સાથે ત્રણ રાજ્યો ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં તેના 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા.

અત્યાર સુધીમાં કેટલા પૈસા મળ્યા છે?

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, દરોડા દરમિયાન નોટોના બંડલથી ભરેલી લગભગ 10 છાજલીઓ મળી આવી હતી. આ છાજલીઓ 500, 200 અને 100 રૂપિયાની નોટોથી ભરેલી હતી. જેની ગણતરી હજુ ચાલુ છે. રોકડનો ચોક્કસ આંકડો ગણતરી બાદ જ જાણી શકાશે. એવું કહેવામાં આવ્યું હતું કે દરોડા દરમિયાન જપ્ત કરાયેલી નોટોની ગણતરીમાં બેંક કર્મચારીઓની સાથે વિભાગના ત્રીસથી વધુ કર્મચારીઓ પણ સામેલ છે. નોટો ગણવા માટે 8 થી વધુ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અનેક મશીનો પણ તૂટી ગયા હતા.

આ સાથે, દરોડા દરમિયાન, આવકવેરા વિભાગની ટીમોએ કંપનીના ઘણા ખાતાઓ પણ ફ્રીઝ કરી દીધા હતા. હવે આ ખાતાઓમાંથી હાલ કોઈ વ્યવહાર થઈ શકશે નહીં. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આટલી મોટી રકમને જોતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ આ કેસની તપાસમાં ઉતરી શકે છે.



આ પણ વાંચો:Pran-Pratishtha/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે કોંગ્રેસ નેતાને મળ્યું આમંત્રણ, કહી આ મોટી વાત

આ પણ વાંચો:PM મોદી/PM મોદી ફરીથી વિશ્વ નેતાઓની યાદીમાં ટોચ પર

આ પણ વાંચો:Sonia Gandhi Birthday/વડાપ્રધાન મોદીએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી