બનાસકાંઠા,
બનાસકાંઠાના લાખાણીના ભાખડીયાલ ગામમાં મોબાઇલ ફાટવાની ઘટના સામે આવી છે. મોબાઇલ ચાર્જીગમાં મુક્યા બાદ અચાનક જ મોબાઇલ ફાટતાં ઘડાકાભેર સળગી ગયો હતો. આ મોબાઇલ સેમસંગનો હતો. સેમસંગ જે સિક્સ પ્રાઇમ મોબાઇલ ફોનમાં આ પ્રકારની ઘટના બનતાં લોકોમાં ડરનો માહોલ ફેલાઇ ગયો હતો. જો કે આ ઘટનામાં .યુવક ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસડેવામાં આવ્યો હતો.