Not Set/ સચિન દીક્ષિતને 12 વાગ્યે કોર્ટમાં લઇ જવામાં આવશે

ગાંધીનગરમાં સચિન દીક્ષિત વિરુદ્ધ નોંધાયેલ ગુના સંદર્ભે ગાંધીનગર પોલીસની કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાપોદ પોલીસ ટ્રાન્સફર વોરંટ દ્વારા સચિન દીક્ષિતની ધરપકડ કરશે

Ahmedabad Gujarat
Untitled 248 સચિન દીક્ષિતને 12 વાગ્યે કોર્ટમાં લઇ જવામાં આવશે

ગાંધીનગર પેથાપુર ગૌ શાળા પાસે તરછોડાયેલ બાળકના પિતાને પોલીસે રાજસ્થાનના કોટાથી ઝડપી લીધો છે. આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો હતો કે, બાળકનું નામ શિવાંશ છે, અને તે પિતા સચિનના પત્નીનું નથી. પોલીસ પિતાને રાજસ્થાનથી પરત ગુજરાત લાવી રહી છે. ત્યારે આ દરમિયાન જાણવામાં મળી રહ્યું છે કે, શિવાંશ ના પિતા સચિનની પ્રેમિકા વડોદરાની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  જણાવી દઈએ  કે, સચિન વડોદરા નોકરી કરતો હોવાથી શંકા પોલીસને છે.

હિના પેથાણી હત્યા કેસનાઆરોપી સચિન દીક્ષિતને 12 વાગ્યે કોર્ટમાં લઇ જવામાં આવશે. તેમજ પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે. જેમાં આરોપી સચિન વિરૂદ્ધ જીવિત બાળક તરછોડવાની કલમ IPC 317 અને અપહરણની કલમ IPC 365 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે આરોપી સચીન DNA સેમ્પલ લેવામાં આવશે.

આ પણ વાંચો ;n 100 Days / તહેવારોને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ, કોરોના પર અંકુશ લગાવવા મિશન 100 ડેઝ’ અભિયાન શરૂ કરાયું

હિનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. FSLની મદદથી લગભગ 3 કલાક સુધી વડોદરાના ફ્લેટની તપાસ કરવામાં આવી. સચિન દીક્ષિતને સાથે રાખીને ગાંધીનગર પોલીસ અને વડોદરા પોલીસે સંયુક્ત તપાસ કરી છે. વડોદરામાં તપાસ કર્યા બાદ પોલીસ સચિન દીક્ષિતને લઇને ગાંધીનગર માટે રવાના થઇ હતી.

શિવાંશની માતા મહેંદીની હત્યાના કેસ માં આખરે હત્યારા સચિનસામે ગુનો નોધવામાં આવ્યો છે. ગાંધીનગર SOG પી.આઈ. પવારે ફરિયાદી બની સચિન દીક્ષિત વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આ હત્યાકેસની તપાસ બપોદ પી.આઈ. કરશે. વડોદરા પોલીસના ઝોન-4 DCP દ્વારા આખા મામલાની તપાસ માટે SIT બનાવવામાં આવી છે.

ગાંધીનગરમાં સચિન દીક્ષિત વિરુદ્ધ નોંધાયેલ ગુના સંદર્ભે ગાંધીનગર પોલીસની કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાપોદ પોલીસ ટ્રાન્સફર વોરંટ દ્વારા સચિન દીક્ષિતની ધરપકડ કરશે.કોર્ટ રિમાન્ડ આપશે તો ગાંધીનગર પોલીસ તપાસ કરશે.જો રિમાન્ડ નહિ મળે તો વડોદરા પોલીસને મહેંદી હત્યા કેસમાં સચિનને સોંપવામાં આવશે.

આ પણ વાંચો ;ખેડૂતોનું આંદોલન / યુપીના 13 જિલ્લાઓમાં અધિકારીઓની ફોજ તેનાત કરાઈ , પોલીસની રજાઓ પણ રદ કરાઈ