Not Set/ #રાજ્યસભા ચૂંટણી: ભાજપનાં બન્ને ઉમેદવારની અપેક્ષા મુજબની જીત

ગુજરાતમાં ગઇ કાલે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજવામાં આવેલું હતું. ગુજરાતનાં તમામ વિધાનસભ્યો દ્રારા કરવામા આવેલ 2 બેઠકો માટેનાં મતદાનમાં આમતો ભાજપની જીત નક્કી જ માનવામા આવતી હતી. અપેક્ષા મુજબ રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ ભાજપને ફળ્યું છે અને્ ભાજપે બનેં બેઠકો જાળવી રાખતા આ ટર્મ માટે બને બેઠકો પર કબજો મેળવી લીધો છે. ભાજપનાં એસ.જયશંકર અને […]

Top Stories Gujarat Politics
vbdslgvh #રાજ્યસભા ચૂંટણી: ભાજપનાં બન્ને ઉમેદવારની અપેક્ષા મુજબની જીત

ગુજરાતમાં ગઇ કાલે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજવામાં આવેલું હતું. ગુજરાતનાં તમામ વિધાનસભ્યો દ્રારા કરવામા આવેલ 2 બેઠકો માટેનાં મતદાનમાં આમતો ભાજપની જીત નક્કી જ માનવામા આવતી હતી. અપેક્ષા મુજબ રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ ભાજપને ફળ્યું છે અને્ ભાજપે બનેં બેઠકો જાળવી રાખતા આ ટર્મ માટે બને બેઠકો પર કબજો મેળવી લીધો છે. ભાજપનાં એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની જીત થયેલી છે. રાજ્યસભાની ચૂંટણીમાં કુલ 175 વિધાનસભ્યો દ્રારા વોટીંગ કરવામા આવ્યું હતું અને તેમાથી 1 વોટ રદ થયો. 174માંથી ભાજપને 104 વોટ મળ્યા હતા તો 70 વોટ કોંગ્રેસને મળ્યા હતા.

એક સમયે રાજ્યસભાનાં મતદાન વખતે ભારે ચડશા ચડશી જોવા મળી હતી. કોંગ્રેસમાંથી ક્યારનું રાજીનામું આપી ચૂકેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા દ્રારા મતદાન તો કરવામા આવ્યું જ હતું. પરંતુ મતદાનમાં ક્રોસ વોટીંગ કરવામા આવતા ફરી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. તો ઠાકોર અને ઝાલાએ મતદાન બાદ ધારાસભ્ય પદ્દ પરથી પણ રાજીનામું આપી દેતા રાજકીય હોળીમાં ઘી હોમાયું હતું

vbdslgvh 1 #રાજ્યસભા ચૂંટણી: ભાજપનાં બન્ને ઉમેદવારની અપેક્ષા મુજબની જીત

એક સમયે રાજ્યસભાનું પરિણામ હાલ તુરંત અટકાવી દેવામાં આવ્યું છે તેવી વાતો પણ વહેતી થઇ ગઇ હતી. અને કોંગ્રેસ આ મામલે કાનુની પ્રક્રિયામાં પરિણામોને વઇ જશે તેવી સંભાવનાંઓ ઘડવામાં આવી રહી હતી. બધી અટકળો વચ્ચે રાજ્યસભાનું પરિણામ આવી ગયું અને  ભાજપનાં બનેં ઉમેદવારોને જીતેલા જાહેર કરી દેવામાં આવ્યા છે.

આપને જણાવી દઇએ કે રાજ્યસભાની આ બે બેઠકો માટે ભાજપે કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. આ બને બેઠકો પૂર્વે પણ ભાજપ પાસે હતી. ભાજપનાં દિગ્ગજ નેતા અમિત શાહ અને સ્મૃતિ ઇરાની આ જ બેઠક પરથી રાજ્યસભાનાં સાંસદ હતા.તો કેન્દ્રીય વિદેશમંત્રી લોકસભાની ચૂંટણી લડ્યા નહોતા અને મોદી દ્રારા બધાને ઝટકો આપતા તેમને સીધા જ મંત્રી બનાવવામા આવ્યા હતા ત્યારથી તેમનું નામ ગુજરાતની રાજ્યસભા સદસ્ય માટે ચોક્કસ માનવામા આવી રહ્યું હતું

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.