Not Set/ ખાનગી શાળાના સંચાલકનો મોટો નિર્ણય, કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને આપશે મફત શિક્ષણ

કોરોના કાળમાં જે કોઈ બાળકોએ પોતાના માતા – પિતા ગુમાવ્યા હશે તેમને પ્રવેશ આપી ધોરણ 1થી12 સુધી કોઈપણ પ્રકારની ફી લીધા વિના અભ્યાસ કરાવવાનું જાહેર કરવામાં આવ્યું છે.

Rajkot Gujarat
ખારેક 2 2 ખાનગી શાળાના સંચાલકનો મોટો નિર્ણય, કોરોનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને આપશે મફત શિક્ષણ

ખાનગી શાળા દ્વારા રક્તદાન કેમ્પ, કોરોનામાં માતા-પિતા ગુમાવનારને રૂ.20 લાખનાં ખર્ચે આપશે મફત શિક્ષણ

શહેરની સનરાઇઝ સ્કૂલનાં સંચાલક દ્વારા પોતાની બહેન અને મામાને અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જેમાં તેમના દ્વારા રેલનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સેનાનાં શહીદ જવાનોનાં સંતાનોને શાળા દ્વારા રૂપિયા 25 લાખનાં ખર્ચે ધોરણ 1થી12 સુધીનું ફ્રી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એ મુજબ હવે કોરોના કાળમાં માતા કે પિતા ગુમાવનારને પણ રૂપિયા 20 લાખનાં ખર્ચે મફત શિક્ષણ આપવાની જાહેરાત પણ સંચાલકે કરી છે.

શહેરની સનરાઈઝ સ્કૂલના સંચાલકનાં બહેન મીનાબેન હુંબલનું 10 વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારથી જ તેમના દ્વારા પ્રતિવર્ષ રક્તદાન કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે. દરમિયાન તેમના મામાનું પણ અવસાન થતાં સંચાલક દ્વારા પ્રતિવર્ષ રક્તદાન કેમ્પની સાથે શહીદ જવાનોનાં સંતાનોને શાળા દ્વારા રૂપિયા 25 લાખનાં ખર્ચે ધોરણ 1થી12 સુધીનું ફ્રી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં કોરોના કાળમાં જે કોઈ બાળકોએ પોતાના માતા – પિતા ગુમાવ્યા હશે તેમને પ્રવેશ આપી ધોરણ 1થી12 સુધી કોઈપણ પ્રકારની ફી લીધા વિના અભ્યાસ કરાવવાનું જાહેર કરવામાં આવ્યું છે.

સાથે જે બાળકે પોતના પિતા અથવા માતા કોઈ એકને કોરોનામાં ગુમાવ્યા હોય તેને પણ 50 ટકા ફી માફીની જાહેરાત આ શાળા દ્વારા કરવામાં આવી છે. હાલના સમયમાં ખાનગી સંચાલકો દ્વારા ફી વસૂલવા વાલીને જુદી-જુદી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાની અનેક ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે આ શાળા દ્વારા વર્ષ 2021-2022માં કોઈપણ પ્રકારનો ફી વધારો નહીં કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ત્યારે અન્ય શાળા સંચાલકોએ પણ આ શાળામાંથી પ્રેરણા લેશે તો ખરેખર શિક્ષણ વ્યાપાર બનતા અટકી જશે તે હકીકત છે.