Not Set/ રાજયમાં મીઠાઇના ભાવમાં પણ સરેરાશ 10 ટકાનો વધારો નોંધાયો

બજારમાં અનેક ચીજ વસ્તુઓ જેવી કે પેટ્રોલ -ડીઝલ અને રો- મટીરિયલ્સ અને મજૂરીના ભાવમાં વધારાની અસર મીઠાઇના ભાવ પર જોવા મળી છે.

Gujarat
Untitled 558 રાજયમાં મીઠાઇના ભાવમાં પણ સરેરાશ 10 ટકાનો વધારો નોંધાયો

ગુજરાતમાંકોરોનાની ત્રીજી લહેરના  ભય વ વચ્ચે સમગ્ર રાજ્યમાં દિવાળીનાતહેવારોને લઇને ઉત્સાહનો માહોલ છે. જેમાં પણ આ વખતે દિવાળી પૂર્વે જ બજારોમાં ઘરાકીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ જેના પગલે હવે દિવાળી અને નવા વર્ષમાં મહેમાનોને મોં મીઠું કરાવવા અને ભેટ માટે વપરાતી મીઠાઇના વેચાણ અને ઓર્ડરમાં પણ આ વર્ષે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો ;ચૂંટણી / ઉત્તરાખંડમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકતા અમિત શાહે કહ્યું બહુમતીથી સાથે ફરીથી ભાજપની સરકાર બનશે

જો કે આ વર્ષે મીઠાઇના વેચાણમાં ગત વર્ષની સરખામણીએ વધારો થવાની સાથે સાથે તેના ભાવમાં પણ સરેરાશ 10 ટકાનો વધારોનોંધાયો છે. જેમાં પણ ડ્રાય-ફૂટનાભાવમાં વધારાના પગલે ડ્રાયફ્રૂટ મીઠાઇના પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મીઠાઇમાં સૌથી મોટા ગણાતા માર્કેટ અમદાવાદમાં મીઠાઇના મોટા વેપારીઓને ત્યાં કોર્પોરેટ બુકિંગ થઈને છૂટક વેચાણનો માહોલ આ વર્ષે જામ્યો છે.

આ પણ વાંચો ;કરૂણ ઘટના / સુરતમાં ગેલેરીમાં રમતા રમતા 2 વર્ષનું બાળક ચોથા માળેથી નીચે પટકાયું, માતાની નજર સામે જ મોત

બજારમાં અનેક ચીજ વસ્તુઓ જેવી કે પેટ્રોલ -ડીઝલ અને રો- મટીરિયલ્સ અને મજૂરીના ભાવમાં વધારાની અસર મીઠાઇના ભાવ પર જોવા મળી છે. જેમાં મીઠાઇના ભાવના તેની વેરાઇટી પ્રમાણે 5 થી 10 ટકાનો વધારો થયો છે. તેમ છતાં હાલ બજારના માહોલ સારો છે અને દિવાળી સુધી આ સતત રહે તેવી આશા છે.આ ઉપરાંત આ વર્ષે  મીઠાઈના વેચાણમાં ખૂબ સારો વધારો થયો છે. ડ્રાયફ્રુટ્સ મીઠાઈ, માવાની મીઠાઈ ગિફ્ટ બોક્સ અને કોર્પોરેટ કંપનીમાં આપવા માટે મીઠાઈનું વેચાણ ડબલ જોવા મળ્યું છે. જયારે શુગર ફ્રી મીઠાઈનું પણ વેચાણ વધી રહ્યું છે.

.