Not Set/ સુરત: 95.66 લાખના ગેસની બોટલ કન્ટેનરમાં ભરી સગેવગે કરનાર આરોપી ઝડપાયા

સુરત, સુરતના પાંડસરામાં રેફ્રિજરેશનનો ગેસના જથ્થાની ચોરી કરતા આરોપીઓ ઝડપાયા. નવીન ફલોરીન કંપનીમાં રૂપિયા 95.66 લાખનો રેફ્રિજરેશનનો ગેસનો જથ્થો લઈ અદાણી પોર્ટ પર ડિલિવરી કરવા માટે નીકળેલા ડ્રાઈવર સહિત ચાર લોકો રફુચચક થઈ ગયા હતા. આ માલ તેમણે સગેવગે કરી દીધો હોવાની આશંકાના પગલે કંપની તરફથી પાંડેસરા પોલીસ મથકમાં ફરીયાદ કરવામાં આવી હતી. ચોરી કરનારી […]

Gujarat Surat Trending
nxal 9 સુરત: 95.66 લાખના ગેસની બોટલ કન્ટેનરમાં ભરી સગેવગે કરનાર આરોપી ઝડપાયા

સુરત,

સુરતના પાંડસરામાં રેફ્રિજરેશનનો ગેસના જથ્થાની ચોરી કરતા આરોપીઓ ઝડપાયા. નવીન ફલોરીન કંપનીમાં રૂપિયા 95.66 લાખનો રેફ્રિજરેશનનો ગેસનો જથ્થો લઈ અદાણી પોર્ટ પર ડિલિવરી કરવા માટે નીકળેલા ડ્રાઈવર સહિત ચાર લોકો રફુચચક થઈ ગયા હતા.

આ માલ તેમણે સગેવગે કરી દીધો હોવાની આશંકાના પગલે કંપની તરફથી પાંડેસરા પોલીસ મથકમાં ફરીયાદ કરવામાં આવી હતી.

ચોરી કરનારી ટોળકી દહેજમાં પકડાયા બાદ નવીન ફલોરીન કંપીનીનો ગેસ સગેવગે કરી દીધો હોવાની કબુલાત કરી હતી.

ગેસથી ભરેલું આ કન્ટેનર તેમને હજીરામાં આવેલી અદાણી પોર્ટ ઉપર પહોંચાડવાનું હતુ પરંતુ તેમણે આવું કરવાને બદલે રસ્તામાંથી જ કન્ટેનર ગાયબ કરી દીધું હતુ.