Not Set/ પીએમ મોદીની આ ચેલેન્જ પર પી. ચિદમ્બરમે કર્યો પલટવાર, કહ્યું, PMની યાદશક્તિ છે કમજોર

નવી દિલ્હી, દેશના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં એક જાહેરસભાને સંબોધતા નહેરુ-ગાંધી પરિવારને લઈ એક ચેલેન્જ આપી હતી, ત્યારે આ હવે આ ચેલેન્જને લઇ પીએમ મોદી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ વચ્ચે વાંકયુદ્ધ છેડાયું છે. પીએમ મોદીએ કહ્યું […]

Top Stories India Trending
cats 95 પીએમ મોદીની આ ચેલેન્જ પર પી. ચિદમ્બરમે કર્યો પલટવાર, કહ્યું, PMની યાદશક્તિ છે કમજોર

નવી દિલ્હી,

દેશના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં એક જાહેરસભાને સંબોધતા નહેરુ-ગાંધી પરિવારને લઈ એક ચેલેન્જ આપી હતી, ત્યારે આ હવે આ ચેલેન્જને લઇ પીએમ મોદી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ વચ્ચે વાંકયુદ્ધ છેડાયું છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, “નહેરુના કારણે એક ચાવાળો દેશનો પ્રધાનમંત્રી બને છે, ત્યારે એકવાર ૫ વર્ષ માટે પોતાના પરિવાર સિવાયના કોઈ વ્યક્તિને પાર્ટીના અધ્યક્ષ બનાવીને જોવો“.

chidambaram modi.jpg.image .784.410 પીએમ મોદીની આ ચેલેન્જ પર પી. ચિદમ્બરમે કર્યો પલટવાર, કહ્યું, PMની યાદશક્તિ છે કમજોર
national-p-chidambaram-reply-narendra-modi-challenge-assembly-election-memory

જો કે પીએમ મોદીની આ ચેલેન્જને લઈ પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે પલટવાર કરતા તેઓએ નહેરુ ગાંધી પરિવાર સિવાયના ૧૫ નામો બતાવ્યા છે.

તેઓએ પીએમ મોદીની યાદશક્તિ પર સવાલો ઉઠાવતા કહ્યું, “વર્ષ ૧૯૪૭માં આઝાદી મળ્યા બાદ કોંગ્રેસ પાર્ટીમાં ૧૫ અધ્યક્ષ બન્યા છે જેઓ ગાંધી પરિવારમાંથી નથી”.

પી. ચિદમ્બરમે આ અધ્યક્ષના નામ જણાવતા કહ્યું, “આઝાદી પછીના બાબાસાહેબ આંબેડકર, લાલ બહાદુર શાસ્ત્રી, કે કામરાજ અને મનમોહન સિંહ જેવા સામાન્ય વ્યક્તિત્વ ધરાવતા નેતાઓ તેમજ આઝાદી પહેલા અન્ય હજારો નેતાઓ પર અમને ગર્વ છે”.

પીએમ મોદીની યાદશક્તિ છે કમજોર

પૂર્વ ગૃહમંત્રીએ વડાપ્રધાનની યાદશક્તિ પર સવાલો ઉઠાવતા કહ્યું, “પીએમની યાદશક્તિ યોગ્ય કરવા માટે ૧૯૪૭ પછીના કોંગ્રેસના અધ્યક્ષમાં આ નામોનો સમાવેશ થાય છે, જેઓ નહેરુ-ગાંધી પરિવાર સિવાયના છે.

આ નામોમાં આચાર્ય કૃપલાની, પટ્ટાભી સીતારમૈયા, પુરૂસોત્તમદાસ ટંડન, યુ એન બેઘર, સંજીવ રેડ્ડી, સંજીવૈયા, કામરાજ, નિજલિગપ્પા, સી સુબ્રમણ્યમ, જગજીવન રામ, શંકર દયાલ શર્મા, ડી કે બરુઆ, બ્રહ્માનંદ રેડ્ડી, પી વી નરસિમ્હારવ અને સિતારામ રેડ્ડી છે.

નોટબંધી તેમજ રાફેલ પર વાત કરે પીએમ

વડાપ્રધાન પર નિશાન સાધતા તેઓએ જણાવ્યું, “તેઓ આભારી છે, પ્રધાનમંત્રી આ વાતને લઇ ચિંતાતુર છે કે, કોંગ્રેસ અધ્યક્ષને ચુંટવામાં આવ્યા અને તેઓ પાસે આ અંગે વાત કરવા માટે પુરતો સમય છે. પરંતુ શું તેઓ નોટબંધી, GST, રાફેલ અને RBI અંગે વાત કરવા માટે સમય આપશે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ છત્તીસગઢમાં અંબિકાપુરની એક જાહેરસભાને સંબોધતા કહ્યું હતું કે, હું તો દરરોજ પોતાના ચાર વર્ષનો હિસાબ આપું છું. કોંગ્રેસવાળા આસું વરસાવે છે કે, એક ચાવાળો દેશનો પ્રધાનમંત્રી કેવી રીતે બની ગયો. નહેરુના કારણે એક ચાવાળો દેશનો પ્રધાનમંત્રી બને છે, ત્યારે એકવાર ૫ વર્ષ માટે પોતાના પરિવાર સિવાયના કોઈ વ્યક્તિને પાર્ટીના અધ્યક્ષ બનાવીને જોવો”.