Viral Video/ સુરતમાં પ્લેનમાં સ્ટેરિંગ સીટ પર ટાબરિયાનો વિડીયો વાયરલ

એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે સંવેદનશીલ જગ્યાએ ટાબરીયો બેઠો છે તે કોઈ રાજકીય વ્યક્તિના સગાનો દીકરો છે. એટલે કે હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે પરંતુ ટેકઓફ કરતા પ્લેનમાં આ પ્રકારની બેદરકારી શા માટે?

Top Stories Gujarat Surat
જામ 1 સુરતમાં પ્લેનમાં સ્ટેરિંગ સીટ પર ટાબરિયાનો વિડીયો વાયરલ
  • સુરતમાં પ્લેનમાં સ્ટેરિંગ સીટ પર ટાબરિયાનો વિડીયો વાયરલ
  • ટેકઓફ કરતા પ્લેન પાયલોટની બાજુમાં ટાબરિયો બેઠો
  • હેડફોન પહેરી સ્ટીયરિંગ ઓપરેટ કરતો વીડિયો વાયરલ
  • સુરત એરપોર્ટનો વિડીયો હોવાનું અનુમાન
  • એર વેન્ચયૂરા પ્લેનનો વિડીયો હોવાનું અનુમાન
  • સંવેદનશીલ જગ્યાએ એક ટાબરિયો બેઠો
  • રાજકીય વ્યક્તિના સગાનો દીકરો હોવાનું અનુમાન

ટેક ઓફ સમયે પ્લેનમાં પાયલોટની સીટ પર બેસીને એક ટાબરિયો સ્ટેરીંગ ઓપરેટ કરી રહ્યો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો સુરતનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો બાળકે પાયલોટની સીટ પર બેસી હેડફોન પણ પહેર્યા હોવાનો વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

ઘણી વખત સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક વીડિયો ચર્ચાનું કેન્દ્ર બની જતા હોય છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વીડિયો ચર્ચાનું કેન્દ્ર એટલા માટે બન્યો છે કે, આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પ્લેનમાં પાયલોટની સીટ પર એક ટાબરીયો બેઠો બેઠો સ્ટેરીંગ ઓપરેટ કરી રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક ચર્ચાઓ ઉઠી છે પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો સુરત એરપોર્ટનો છે. એવું પણ અનુમાન છે કે આ વીડિયો એર વેન્ચયુરા પ્લેનનો વિડીયો છે. પ્લેન જ્યારે ટેક ઓફ કરી રહ્યું હોય ત્યારે એક ટાબરિયો પાયલોટની સીટ પર બેઠો બેઠો સ્ટેરીંગ ઓપરેટ કરતા હોય તે પ્રકારે આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

જે ટાબરિયો પાયલોટની સીટ પર બેઠો છે તેને હેડફોન પણ પહેર્યા છે. એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે સંવેદનશીલ જગ્યાએ ટાબરીયો બેઠો છે તે કોઈ રાજકીય વ્યક્તિના સગાનો દીકરો છે. એટલે કે હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે પરંતુ ટેકઓફ કરતા પ્લેનમાં આ પ્રકારની બેદરકારી શા માટે? ખરેખર આ વિડીયો ક્યાંનો છે અને શા માટે આ પ્રકારે એક બાળકને પાયલોટની સીટ પર બેસાડવામાં આવ્યો તે એક તપાસનો વિષય છે.