Rajkot/ કનકસિંહ જાડેજા પર થયેલા લેન્ડ ગ્રેબિંગના કેસના વિરોધમાં કોંગ્રેસનું ધરણાં પ્રદર્શન

કનકસિંહ જાડેજા પર થયેલા લેન્ડ ગ્રેબિંગના કેસના વિરોધમાં કોંગ્રેસનું ધરણાં પ્રદર્શન

Top Stories Rajkot
modi 10 કનકસિંહ જાડેજા પર થયેલા લેન્ડ ગ્રેબિંગના કેસના વિરોધમાં કોંગ્રેસનું ધરણાં પ્રદર્શન

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કનકસિંહ જાડેજા પર થયેલા લેન્ડ ગ્રેબિંગના કેસના વિરોધમાં ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે કોંગી કાર્યકરોની અટકાયતમ કરી હતી. પોલીસે ખોટી રીતે ફાસાવ્યા હોવાના આક્ષેપ સાથે પૂર્વ MLA ઇન્દ્ર્નિલ રાજગુરુ, કોંગ્રેસ શહેર પ્રમુખ સહિતના નેતાઓ સાથે આ ધારણા પ્રદર્શનમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર પૂર્વ કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજા વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ નો કેસ થયો છે. અને તેઓની ધરપકડ કરાઇ છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ આ સમગ્ર પ્રકરણમાં પોલીસ પર આક્ષેપ કરી રહી છે કે, પોલીસે ખોટા કેસો કરી કનકસિંહ ને ફસાવ્યા છે.  જેને અનુલક્ષીને પોલીસની કાર્યવાહી વિરુધ્ધ આજરોજ રાજકોટ કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન યોજ્યા હતા.

પોલીસે આપી માત્ર એક દિવસની મંજૂરી
– 3
દિવસ ની મંગાઈ હતી મંજૂરી
પોલીસે ખોટી રીતે કેસો કર્યાના કોંગ્રેસનાં આક્ષેપ

આ સમગ્ર લેન્ડ ગ્રેબિંગના કેસ પર એક નજર નાખીએ તો 1970 માં કનકસિંહ જાડેજાના દાદા દ્વારા પોતાની જમીનમાંથી 31 ગુંઠા જમીનનો કબ્જો પારેખ પરિવારને આપવામાં આવ્યો હતો. જમીન આપ્યા બાદ બાકી રહેલ 25 ગુંઠા જમીનનો કબ્જો જાડેજા પરિવાર પાસે રહ્યો હતો.  પરંતુ બાદમાં આ સમગ્ર પ્રકારણમાં વિવાદ ત્યારે થયો, જ્યારે 2017માં પારેખ પરિવારે મામલતદારમાં બાકી બચેલ 25 ગુંઠા જમીન તેઓની હોવાનો દાવો કર્યો હતો અને મામલતદાર દ્વારા 2018 માં જમીન પારેખ કુટુંબ ના નામે જમીન ચઢાવી હતી અને ત્યારા બાદ જાડેજા પરિવાર સમગ્ર કિસ્સા સાથે કોર્ટમાં ગયો હતો. જે કેસ ચાલી રહયો છે પરંતુ હાલ આ સમગ્ર કેસમાં કનકસિંહની ધરપકડ થતાં કોંગ્રેસ સવાલો ઉઠાવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…