Gadjets/ હોટ વોટર મગ કરશે તમારા ફોનને ચાર્જ, પાવર બેંકનું કરશે કામ

ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનાં સુધારણા સાથે ટેકનોલોજીમાં નવીનતાઓ લોકોનું જીવન વધુ સરળ બનાવે છે. એક નવી પ્રકારની પોર્ટેબલ પાવર બેંક ડેવલોપ કરવામાં આવી છે…

Tech & Auto
Makar 50 હોટ વોટર મગ કરશે તમારા ફોનને ચાર્જ, પાવર બેંકનું કરશે કામ

ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનાં સુધારણા સાથે ટેકનોલોજીમાં નવીનતાઓ લોકોનું જીવન વધુ સરળ બનાવે છે. એક નવી પ્રકારની પોર્ટેબલ પાવર બેંક ડેવલોપ કરવામાં આવી છે. આ પાવર બેંકને ગરમ પાણીથી ભરીને ચાર્જ કરી શકાય છે અને તે હોટ વોટર મગનું પણ કામ કરે છે.

તેને બેઇજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ વ્હીકલ સિસ્ટમ્સ એન્જિનિયરિંગ ઓફ રોકેટ એકેડમી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે અને તેમા એરોસ્પેસ-આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પોર્ટેબલ પાવર બેંક ગરમ પાણીનાં મગ અથવા થર્મોસની જેમ કામ કરે છે, તમારા સ્માર્ટફોનને સરળતાથી ચાર્જ કરે છે. થર્મસની જેમ કામ કરનાર આ ગેજેટ્સ સુનિશ્ચિત કરે છે કે યૂઝર હાઇડ્રેટેડ રહે અને તેનુ ડિવાઇસ પણ ચાર્જ રહે. આ ડિવાઇસ રૂમનાં તાપમાનને 6 કલાક સુધી 65° સે. તાપમાને પાણી ગરમ રાખી શકે છે. ઉપરાંત, તે ઠંડા પાણીને 6 કલાક સુધી 9 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખી શકે છે.

વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે

જ્યારે આ ગેજેટ પાવર બેંક તરીકે કાર્ય કરે છે, ત્યારે ગરમ પાણીનો પ્યાલો થર્મલ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવે છે, જે ઘણા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોને ચાર્જ કરી શકે છે. તે વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આવી સ્થિતિમાં, વિજળીનો પુરવઠો નહીં હોય તેવા વિસ્તારોમાં આ હોટ વોટર મગ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ગેજેટમાં એરોસ્પેસ બ્લેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એરોસ્પેસ ક્ષેત્રમાંથી ઉચ્ચ-પ્રદર્શન થર્મોઇલેક્ટ્રિક રૂપાંતર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો