Tech News/ Snapdragon 8 Gen 2 પ્રોસેસર સાથેનો સૌથી સસ્તો ફોન, મળશે ખાસ ફીચર્સ

OnePlusએ આખરે ભારતમાં તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. કંપનીએ સત્તાવાર રીતે OnePlus 11 રજૂ કર્યોં છે. આ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયેલો સૌથી સસ્તો Snapdragon 8 Gen 2 પ્રોસેસર ફોન…

Trending Tech & Auto
OnePlus 11 5G Launched

OnePlus 11 5G Launched: OnePlusએ આખરે ભારતમાં તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. કંપનીએ સત્તાવાર રીતે OnePlus 11 રજૂ કર્યોં છે. આ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયેલો સૌથી સસ્તો Snapdragon 8 Gen 2 પ્રોસેસર ફોન છે. કંપનીએ સ્માર્ટફોનની કિંમત ઓછી રાખીને સેમસંગ અને iQOO જેવી બ્રાન્ડ્સ માટે પડકાર ઉભો કર્યો છે. જ્યાં Samsung Galaxy S22 સિરીઝની કિંમત 79,999 રૂપિયાથી શરૂ થાય છે. તો iQOO 11ને લગભગ 59,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરાયો છે.

વનપ્લસે તેના ફ્લેગશિપ ફોનની કિંમત આ બે કરતા ઓછી રાખી છે. આ સિવાય કંપનીએ OnePlus 11R પણ લોન્ચ કર્યો છે. આવો જાણીએ તેની કિંમત અને અન્ય ફીચર્સ.

OnePlusનો આ ફોન 56,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમત ફોનના 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની છે. તો તેનું ટોપ વેરિઅન્ટ 16GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 61,999 રૂપિયા છે. OnePlus એ આ સ્માર્ટફોનને બે કલર ઓપ્શન Eternal green અને Titan Black માં લોન્ચ કર્યો છે. તમે Amazon.in અને OnePlus.in પરથી સ્માર્ટફોન ખરીદી શકો છો.

જો સ્પેશિફિકેશનની વાત કરવામાં આવે તો તમને OnePlus 11 5G માં પ્રીમિયમ સ્પેશિફિકેશન મળશે. સ્માર્ટફોનને 6.7-ઇંચ 2K સુપર ફ્લુઇડ AMOLED ડિસ્પ્લે મળે છે, જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર ઉપલબ્ધ છે, જે 16GB સુધીની રેમ સાથે આવે છે. તેમાં 256GB સુધીના સ્ટોરેજનો વિકલ્પ પણ છે. સ્માર્ટફોન Android 13 પર બેઝ Oxygen OS 13 પર કામ કરે છે. ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેનો મેઈન કેમેરો 50MP છે. આ સિવાય 48MP અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો અને 32MP ટેલિફોટો કેમેરો ઉપલબ્ધ છે. ફ્રન્ટમાં કંપનીએ 16MPનો સેલ્ફી કેમેરો આપ્યો છે. ફોન 5000mAh બેટરી સાથે આવે છે, જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો: નિયુક્તિ/ગુજરાતના IAS કુલદિપ આર્યને સોંપવામાં આવી આ મહત્વની જવાબદારી, ત્રણ સપ્તાહમાં લેશે ચાર્જ