Sports/ વિમેન્સ પ્રીમિયર લીગ સંબંધિત મોટી અપડેટ, 409 ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ

વિમેન્સ પ્રીમિયર લીગ 2023ની હરાજી માટે તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 13 ફેબ્રુઆરીએ યોજાનારી હરાજીની મુખ્ય વિગતો સામે આવી છે. તાજેતરમાં, ફ્રેન્ચાઇઝીઓ…

Trending Sports
Women's Premier League

Women’s Premier League: વિમેન્સ પ્રીમિયર લીગ 2023ની હરાજી માટે તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 13 ફેબ્રુઆરીએ યોજાનારી હરાજીની મુખ્ય વિગતો સામે આવી છે. તાજેતરમાં, ફ્રેન્ચાઇઝીઓની વિનંતી પછી BCCI દ્વારા તારીખની પુષ્ટિ કરવામાં આવી હતી. હવે BCCIએ ખેલાડીઓની હરાજીની યાદી જાહેર કરી છે. WPLની પ્રથમ સિઝનમાં મહિલા ખેલાડીઓ પર ભારે વરસાદની અપેક્ષા છે. હરાજીમાં હમદાબાદ, બેંગ્લોર, દિલ્હી, લખનૌ અને મુંબઈની ટીમો ખેલાડીઓ પર બોલી લગાવશે.

BCCIએ માહિતી આપી છે કે મહિલા પ્રીમિયર લીગની હરાજીમાં કુલ 1525 ખેલાડીઓએ પોતાના નામ મોકલ્યા હતા. જેમાં 409 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. અંતિમ યાદીમાં સ્થાન મેળવનાર ખેલાડીઓમાં 246 ભારતીય ખેલાડીઓ છે. જ્યારે હરાજી માટે 163 વિદેશી ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. BCCI દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર 202 કેપ્ડ ખેલાડીઓ છે જ્યારે 199 અનકેપ્ડ ખેલાડીઓને ફાઈનલ કરવામાં આવ્યા છે. જેમાં સહયોગી દેશના 8 ખેલાડીઓ છે. પાંચ ટીમોમાં કુલ 90 સ્લોટ ઉપલબ્ધ છે. જેમાં 30 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં સૌથી મોટી બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા છે. આ શ્રેણીમાં 24 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના, ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા અને અંડર-19 વર્લ્ડ કપ વિજેતા શેફાલી વર્મા પચાસ લાખના બેઝ પ્રાઈઝમાં છે. આ સિવાય રેણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્સ, ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર સોફી એક્લેસ્ટોન, ભારતીય ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકર, ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિચા ઘોષ, ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગ જેવા દિગ્ગજ ખેલાડીઓએ પચાસ લાખના બેઝ પ્રાઈઝમાં પોતાના નામ આપ્યા છે. વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 30 ખેલાડીઓએ પોતાની પ્રેસની કિંમત 40 લાખ રૂપિયા રાખી છે. હવે જોવાનું એ રહેશે કે ફ્રેન્ચાઇઝી કયા ખેલાડી પર મહેરબાની કરે છે.

આ પણ વાંચો: નિયુક્તિ/ગુજરાતના IAS કુલદિપ આર્યને સોંપવામાં આવી આ મહત્વની જવાબદારી, ત્રણ સપ્તાહમાં લેશે ચાર્જ