Technology/ શું તમે જાણો છો Google Pay થી એક દિવસમાં તમે કેટલા નાણાં ટ્રાન્સફર કરી શકો છો?

દેશમાં આજે ડિજિટલ પેમેન્ટ પર વધુ ભાર આપવામા આવી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં લોકો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા થયા છે.

Tech & Auto
11 254 શું તમે જાણો છો Google Pay થી એક દિવસમાં તમે કેટલા નાણાં ટ્રાન્સફર કરી શકો છો?

દેશમાં આજે ડિજિટલ પેમેન્ટ પર વધુ ભાર આપવામા આવી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં લોકો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા થયા છે. એકવાર સમજ્યા પછી આ વિકલ્પ લોકો માટે ઘણો આસાન અને યોગ્ય બની જાય છે. વળી કોરોનાવાયરસ સંક્રમણનાં આ યુગમાં પણ, લોકો યુપીઆઈ ચૂકવણી કરવાનું પસંદ કરે છે.

Independence day Special / સ્વતંત્રતા પર્વ પર લોન્ચ થશે મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રીક સ્કૂટર, જાણો શું છે તેની ખાસિયત અને કિંમત

આજકાલ લોકો તેમની નાની મોટી ચૂકવણી માટે ભીમ, ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવી એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગનાં લોકો આ એપ્લિકેશનથી તેમની દૈનિક જરૂરિયાતો અને નાની ચુકવણી કરે છે પરંતુ કેટલીકવાર લોકો તેનો ઉપયોગ મોટી ચુકવણી કરવા અને કોઈપણને પૈસા ટ્રાન્સફર કરવા માટે કરતા હોય છે. આવી સ્થિતિમાં, જો આ સવાલ તમારા મગજમાં આવે કે તમે એક દિવસ અથવા એક મહિનામાં ગૂગલ પે થી કેટલા પૈસા ટ્રાન્સફર કરી શકો છો, તો આજે અમે તમારા માટે જવાબ લઇને આવ્યા છીએ.

Technology / માત્ર આટલું બોલશો અને Google પાસે પહોંચી જશે તમારી અંગત જાણકારી

1. ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવી એપ્સ દ્વારા રૂ. 1,00,000 ટ્રાન્સફર કરી શકાય છે.
2. તમે બધી યુપીઆઈ એપ્લિકેશનોથી 10 કરતા વધારે વખત પૈસા મોકલી શકો છો.
3. યુઝર્સની બેંક અને ગૂગલ માટેની મર્યાદાઓ અલગ હોઈ શકે છે.
4. આવી સ્થિતિમાં, તમારે વધુ પૈસા મોકલવા માટે બીજા દિવસે રાહ જોવી પડશે.

યુપીઆઈ એપ્લિકેશનો દ્વારા ચુકવણી ન કરવાનાં કારણો

1. તમારી બેંકની મર્યાદા
2. છેતરપિંડી રોકવા માટે, કેટલાક વ્યવહારો રિવ્યૂ માટે બંધ કરવામાં આવતા હોય છે. આ સ્થિતિમાં, તમે તમારી બેંક અને Google Pay સપોર્ટનો સંપર્ક કરી શકો છો.

ફલાઇંગ કાર / ક્લેઈન વિઝનની ફ્લાઇંગ કારનું ટ્રાયલ પરિક્ષણ,બે મિનિટમાં વિમાનમાં તબદીલ

આપને જણાવી દઈએ કે, સરકારે દેશભરમાં કોવિડ-19 વિરુદ્ધ રસીકરણનાં કાર્યને તીવ્ર બનાવ્યું છે. રસી લીધા પછી, તમને રસીકરણનું પ્રમાણપત્ર પણ મળે છે, જે તમને કોઈપણ સમયે જરૂર પડી શકે છે. તમે ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન ગૂગલ પે પર તમારું પ્રમાણપત્ર પણ સ્ટોર કરી શકો છો, જેથી જો જરૂરી હોય તો તમે એપ્લિકેશનમાં જ પ્રમાણપત્ર ઓક્સેસ કરી શકો.