Not Set/ રાજકારણ/ કોંગ્રેસમાં ભંગાણ, સિદ્ધુની પત્ની નવજોત કૌરે છોડી પાર્ટી

પંજાબ સરકારના ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુની પત્ની ડૉ. નવજોત કૌર સિદ્ધુએ કોંગ્રેસ પાર્ટીને છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં, સિદ્ધુએ અમૃતસરથી તેમની પત્ની માટે ટિકિટ પણ માંગી હતી, પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી નહોતી. આ પછી, પાર્ટીનાં નેતૃત્વ પ્રત્યે સિદ્ધુ અને તેમની પત્નીની નારાજગીનાં અહેવાલો […]

Top Stories India
2019 10 22 1 2 રાજકારણ/ કોંગ્રેસમાં ભંગાણ, સિદ્ધુની પત્ની નવજોત કૌરે છોડી પાર્ટી

પંજાબ સરકારના ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુની પત્ની ડૉ. નવજોત કૌર સિદ્ધુએ કોંગ્રેસ પાર્ટીને છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં, સિદ્ધુએ અમૃતસરથી તેમની પત્ની માટે ટિકિટ પણ માંગી હતી, પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી નહોતી. આ પછી, પાર્ટીનાં નેતૃત્વ પ્રત્યે સિદ્ધુ અને તેમની પત્નીની નારાજગીનાં અહેવાલો સતત આવી રહ્યા હતા અને હવે આ કારણે તેમણે પાર્ટી છોડી દીધી છે. જો કે, હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુકેલા અને ક્રિકેટર અને રાજકારણી નવજોતસિંહ સિદ્ધુની પત્નીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે અને હવે તેમનો કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ નથી. નવજોત કૌરે કહ્યું કે, તે માત્ર એક સામાજિક કાર્યકર છે અને એક સામાજિક કાર્યકર તરીકે તે પંજાબ માટે લડત ચાલુ રાખશે.

નવજોત કૌર સિદ્ધુએ કહ્યું કે, હવે તેમનો મુખ્ય લક્ષ્ય અમૃતસરનાં પૂર્વ હલકેને વિકસિત કરવાનું છે અને તે તેમના હલકે માટે રસ્તો બનાવશે, જેના માટે સિદ્ધુ વતી બેઠકો યોજવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, જો તેમને હલકેનાં વિકાસ માટે પૈસા આપવામાં નહીં આવે તો તે સરકાર સામે વિરોધ પણ કરશે.

પંજાબ મંત્રીમંડળમાંથી નવજોત સિદ્ધુની છુટ્ટી પર બોલતા તેમણે કહ્યું હતું કે, નવજોત સિદ્ધુ સત્ય બોલનાર છે અને સત્ય જ બોલશે, પરંતુ કેટલાક મંત્રીઓએ મુખ્યમંત્રીનાં ખૂબ જ કાન ભર્યા હતા, જેના પર મુખ્યમંત્રીએ વિશ્વાસ પણ કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.