અમદાવાદ/ ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ, સોસાયટીનાં સભ્યો સાથે કરી હતી ગાળા-ગાળી

અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતી બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક વાર વિવાદમાં આવી છે.

Ahmedabad Gujarat
  • અમદાવાદમાં એક્ટ્રેસ પાયલ રોહતગી સામે ફરિયાદ
  • સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
  • સોસાયટીનાં સભ્ય ડૉ.પરાગ શાહે નોંધાવી ફરિયાદ
  • સો.મીડિયા પર સોસાયટીનાં ચેરમેન વિશે લખ્યુ લખાણ
  • ખોટા કેસમાં ફસાવી દેવાની સોસાયટીના સભ્યોને ધમકી

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતી બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક વાર વિવાદમાં આવી છે. તેની સામે સેટેલાઈટની તેની જ સોસાયટીનાં ચેરમેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરાગ શાહ નામનાં તબીબે આ મામલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની સુંદરવન સોસાયટીમાં શશાંક રોહતગી અને તેઓની પત્નિ છેલ્લાં 4 વર્ષથી રહે છે, જ્યાં તેઓની દિકરી પાયલ રોહતગી દોઢ વર્ષથી રહેવા આવી છે. 20મી જૂનનાં રોજ સોસાયટીની એ.જી.એમ મીટીંગ હતી તેમાં સોસાયટીનાં તમામ સભ્યોને બોલાવવામા આવ્યા હતા. જેમાં પાયલ રોહતગી સભ્ય ન હોવા છતાં વગર બોલાવે આવી ગઈ હતી. જેથી ચેરમેન પરાગ શાહે તેઓના માતા-પિતાનાં નામે ફ્લેટ છે અને તેઓ હાજર છે તેવુ કહીને પાયલને વચ્ચે ન બોલવાની અને તેની કોઈ જરૂર નથી તેવુ કહ્યુ હતુ. જોકે પાયલે સોસાયટીનાં સભ્યો તેમજ ચેરમેન સાથે બિભત્સ ભાષામાં વાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને સભ્યોને ડરાવવા માટે મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરવાનુ શરૂ કર્યુ હતુ. જે બાબતે ચેરમેને ના પાડતા ઉશ્કેરાઈને પાયલે ગાળાગાળી કરી હતી.

સાવધાન! / વેક્સિન હોવા છતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહ્યા છે કોરોનાનાં કેસ, જાણો આજનો આંકડો

જે બાદ પાયલે સોસાયટીનાં વ્હોટ્સએપ ગૃપમાં બિભત્સ અને અભદ્ર મેસેજ મોકલ્યો હતો અને તેની ટકોર કરાતા પાયલે મેસેજ ડીલીટ કર્યો હતો. સોસાયટીનાં ચેરમેનની ફરિયાદ અનુસાર છેલ્લા માર્ચ મહિનાથી પાયલ રોહતગી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર સોસાયટીનાં સભ્યો વિશે ખોટા મેસેજ મુકે છે, જેમાં સોસાયટીનાં જે સભ્યને 4-5 બાળકો હોય તે બાબતે વીડિયો અપલોડ કરીને હિંદી ભાષામાં અમારી સોસાયટીનાં અમુક લોકો ફેમીલિ પ્લાનીંગ નથી કરતા તેવુ કહ્યુ હતુ. જે બાદ 23 મી જૂનનાં રોજ પાયલે પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકી હતી જેમાં હમારી સોસાયટી કા જો ચેરમેન હે વો ગુંડાગીરી કરતા હે તેવી ઉશ્કેરણીજન પોસ્ટ મુકી હતી. તેમજ સોસાયટીનાં સભ્ય જયેશ રાવલ કરકે કોઈ ડૉક્ટર ગુન્ડે કી તરહ ચીલ્લા રહા થા, બિચારા પાગલ ન હો જાયે મેરી વજહ સે. જેવી કમેન્ટ લખી હતી.

પ્રવેશ પ્રક્રિયા / રાજ્યમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

પાયલે સોસાયટી કાયદેસર હોવા છતાં ગેરકાયદેસર છે તેવુ લખાણ લખ્યુ હતુ. જે બાદ પાયલ દ્વારા અવાર-નવાર સોસાયટીનાં સભ્યોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. તેમજ સોસાયટીનાં બાળકો રમતા હોય તો અહિં રમશો તો ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકીઓ આપી પોતાના ટ્વીટર ઉપર ઉશ્કેરણીજનક મેસેજ મુકી હતી. રાજસ્થાન પોલીસમાં પણ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક ગુનાહિત વીડિયો મુકવા બાબતે પાયલ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. ત્યારે પાયલની સોસાયટીનાં બાળકો અને સિનિયર સિટીજન તેના ડરથી ઘરની બહાર નિકળતા ડરી રહ્યા હોય તેવી ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કરાઈ છે. આ મામલે સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.