શિક્ષણાધિકારીનો આદેશ/ શિક્ષકો અને કર્મચારીઓના પગારના બેંક એકાઉન્ટ એક્સીસ બેંકમાં ખોલાવવા જરૂરી છે ?

પહેલેથી જ SBI બેંકમાં સેલેરી એકાઉન્ટ છે અને હવે સરકારી કર્મચારીઓને એક્સિસ બેંકમાં ખાતા ખોલાવવાના આદેશ કરાતા ડબલ ખર્ચા અને ડિપોઝીટ રોકાતા કર્મચારીઓમાં રોષ

Gujarat Others

સામાન્ય રીતે સરકારી શાળાઓમાં અને અન્ય સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીના પગાર સરકારના નિયમ મુજબ બેંક એકાઉન્ટથી થતાં હોય છે. અને દરેક કર્મચારીના બેંક એકાઉન્ટ મોટાભાગે SBI બ્રાન્ચમાં ખુલેલા હોય છે.  તેમ છતાં દરેક પે.સેન્ટર શાળાના મુખ્ય શિક્ષકો અને શાળાની આવતી ગ્રાન્ટના ખાતાઓ એક્સીસ બેંકમાં ખોલાવવા ઉના શિક્ષણાધિકારી દ્વારા દેશ કરાતા મોટાભાગના શિક્ષકોમાં ભારે કચવાટ ફેલાયેલ છે. અને આ પરીપત્ર સામે પ્રશ્નો ઉઠવા પામેલ છે.

તાલુકા શિક્ષણાધિકારી દ્વારા બહાર પડાયેલ આદેશમાં જણાવ્યા મુજબ તા.૧૮ જુન ૨૦૨૨માં એક્સીસ બેંકના કર્મચારીઓ અને પે.સેન્ટરના મુખ્ય શિક્ષકો અને તાલુકા શિક્ષણાંધિકારી સાથે મિટીંગ મળેલી તેમાં એક્સીસ બેંક દ્વારા અપાતા લાભો તેમજ તાલુકા પંચાયત કચેરીમાંથી એક્સીસ બેંકના કર્મચારીઓને શિક્ષકોના પગાર ખાતા ખોલવાની મંજુરી આપી હોય છે.  જે સંદર્ભે ઉના તાલુકાના શિક્ષકો તેનું પગાર ખાતુ એક્સીસ બેંકમાં ખોલાવવા માંગતા હોય તેણે સ્વેચ્છાએ ખાતા ખોલાવી શકે છે.

એક્સીસ બેંકનો સ્ટાફ જેતે પે.સેન્ટર અને તેના તાબા હેઠળની શાળાઓમાં આવશે. અને ખાતા ખોલાવા અંગે મળતા લાભોની માહીતી આપશે જેથી દરેક શિક્ષકો આચાર્યએ એક્સીસ બેંકના સ્ટાફને સહકાર આપવા અંગેનો પત્ર તાલુકા શિક્ષણાંધિકારી લેખિતમાં શિક્ષકોને અને શાળાઓને મોકલતા ભારે દેકારો મચી ગયેલ છે. મોટાભાગની શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા એવો શૂર ઉઠ્યા છે કે, કે દેશની સૈથી મોટી રાષ્ટ્રીયકૃત બેંકમાં પહેલેથીજ ખાતા ખોલાવેલા છે તો  ફરી વખત એક્સીસ બેંકમાં ખાતા ખોલાવાના આદેશ થતાં જુના ખાતાનું શુ કરવું તે અંગે મુંઝવણમાં મુકાયા છે.

સામાન્ય રીતે દરેક બેંકમાં કર્મચારી ઓના ખાતા મોટાભાગે રાષ્ટ્રીયકૃત બેંકમાં ખોલાવેલ છે. અને તેમાં વર્ષોથી પગાર અને વહીવટી  ગ્રાન્ટોની આપલે થતી હોય તેમાં પણ તાલુકા પંચાયત કચેરી માંથી શિક્ષકોનો પગાર ખાતા ખોલવાની મંજુરી અપાતા તેના સંદર્ભે એક્સીસ બેંકમાં ખાતા ખોલાવવાના આદેશ કરાતા ડબલ ખર્ચા અને ડિપોઝીટ શિક્ષકોની રોકાતી હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આવો કોઇ પરીપત્ર નથી…જીલ્લા શિક્ષણાધિકારી..વાજા..
આ બાબતે જીલ્લા શિક્ષણાંધિકારી વાજાનો સંપર્ક કરતા જણાવેલ કે સરકારનો આ બાબતે એક્સિસ બેંકમાં ખાત ખોલાવવા અંગે કોઇ પરીપત્ર નથી. અને સ્વેચ્છીક રીતે કોઇપણ કર્મચારી પોતાની માનીતી બેંકમાં ખાતા ખોલાવી શકે છે. પરંતુ ઉના તાલુકા શિક્ષણ અધિકારીએ આવો પરીપત્ર જાહેર કર્યો છે, તે અંગે મને કોઇ ખ્યાલ નથી. કે અમારી મંજુરી લીધી નથી. અને પરીપત્ર કર્યાની નકલ પણ અમને મોકલાવી નથી.

તાલુકા શિક્ષણાંધિકારી બે મોઢે વાત. કરી…
તાલુકા શિક્ષણાધિકારી અશ્વિનકુમાર પટેલનો સંપર્ક કરતા જણાવ્યુ હતું કે, મારી પાસે શિક્ષકોની ફરીયાદ આવી હતી કે, બાળકોના ખાતામાં સહાયની રકમ જતી નથી. અને બેંક વાળા સર્વિસ આપતા નથી. એટલે મે એક્સિસ બેંકમાં ખાતા ખોલાવવા અંગે સ્વેચ્છીક પત્ર બહાર પડ્યો હતો.  જ્યારે પરીપત્રમાં ઉના વિસ્તારમાં શિક્ષકોને અને ગીરગઢડા વિસ્તારમાં આચાર્ય અને બેંક એકાઉન્ટ ખોલાવવા આદેશ કરેલ હોય આ આદેશમાં કોઇ જગ્યા પર બાળકોના ખાતા ખોલાવવાનો ઉલ્લેખ કરાયેલ નથી.

જ્યારે શિક્ષણાધિકારીએ એક સાથે મિટીંગ થયા અંગેનો ઇન્કાર કર્યો હતો. જ્યારે આદેશમાં પોતાની રૂબરૂમાં શિક્ષકો સાથે અને બેંક સાથે મીટીંગ કર્યાનો અને લાભો અંગે ઉલ્લેખ કરેલ છે. આદેશમાં તાલુકા પંચાયત કચેરી માંથી એક્સિસ બેંકના કર્મચારીઓને શિક્ષકોના પગારના ખાતા ખોલાવવાની મંજુરી આપી છે તેવો ઉલ્લેખ કરાયેલ છે. પરંતુ તાલુકા વિકાસ અધિકારીએ આવી તો કોઇ મંજુરી આપી નથી તેવું જણાવેલ હતું.

Queen Elizabeth II/ રાણી એલિઝાબેથ કયા રોગથી પીડિત હતી ? જાણો તેના વિશે