Kheda News : ખેડા ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો uહોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક પર આક્ષેપો કર્યાં છે.કેસરીસિંહે આક્ષેપ કરતા કહ્યું કે, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન વિપુલ પટેલ છે માત્ર એક ચહેરો. રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો તમામ વહીવટ કરે છે. હાલ ચેરમેન વિપુલ પટેલ છે, પણ પપ્પુ પાઠક જ મુખ્ય વહીવટદાર છે.
કેસરીસિંહે કહ્યું કે, પપ્પુ પાઠકે વડદલા, કરણપુરા, બાલાસિનોર, હાંડીયા, દેવ, ખેડગોધરા, ભાઠડા, ગધેડા, શાકરિયા, નટવરપુરા સહિતના 10 ગામોમાં જમીન ખરીદી છે. પપ્પુ પાઠક ખેડૂત ન હોવા છતાં પણ તેમને અને તેમના પરિવારના નામે 160 વીઘા જમીન ખરીદી છે. 20 સપ્ટેમ્બર 2009 ના દિવસે સાબિત થયું કે તે ખેડૂત નથી તેમ છતાં 4 સપ્ટેમ્બર 2020 માં પપ્પુ પાઠકે પોતાની હયાતીમાં પરિવારની વારસાઈ કરાવી છે. ઉલ્લેખનીય છે કે, રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક હાલ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ડિરેક્ટર છે. તો માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ પણ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ડિરેક્ટર છે.
કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને પપ્પુ પાઠક સામે આક્ષેપો કર્યા છે. ‘હાલ ચેરમેન વિપુલ પટેલ છે, પણ પપ્પુ પાઠક જ મુખ્ય વહીવટદાર છે….’ તેવું જાહેરમાં કહી દેતા ખેડાના સહકારી રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે.
આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, આ પ્રદેશમાં 5 દિવસ યલો એલર્ટ
આ પણ વાંચો:યલો એલર્ટ : દરિયાકાંઠા વિસ્તારોમાં આજે બફારો, રાજસ્થાનમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર
આ પણ વાંચો:ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી, યલો એલર્ટ જાહેર
