અમદાવાદ/ ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓની અટકાયત કરાઈ

ઘાટલોડિયા વિસ્તારમાં બનેલી ઘટનાના 8 મહિના પહેલા અશોકભાઈ અને જ્યોત્સનાબેન પટેલની હેબતપુરમાં આવેલા શાંતિવન પેલેસ બંગ્લોમાં ગળું કાપીને હત્યા કરી હોવાની ઘટના બની હતી

Ahmedabad Gujarat
Untitled 106 ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓની અટકાયત કરાઈ

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ધનતેરસના દિવસે થયેલી વૃદ્ધ દંપતીના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પ્રાપ્ત માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ઝડપાયેલા બંને આરોપીએ મૂળ ઝારખંડના વતની હોવાનું  જણાયુ છે .

આ પણ વાંચો ;કેન્દ્ર કરશે આર્થિક સહાય / કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારજનોને કેન્દ્ર કરશે આર્થિક સહાય, 15 નવેમ્બરથી થશે પ્રારંભ

મળતી  માહિતી મુજબ શહેરભરમાં ચકચાર મચાવનારા દંપતીની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચની 4 ટીમ કામે લાગી હતી. દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક જણાયો હતો, જેની ઓળખ કરી પૂછપરછ કરતાં ઘાટલોડિયા વિસ્તારમાં જ રહેતો હોવાનું જણાવ્યું હતું અને અન્ય એક શખસ સાથે મળીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. હવે ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી લૂંટના ઇરાદે, અંગત અદાવત અથવા અન્ય કોઈ કારણોસર હત્યા કરી હતી કે કેમ એ અંગેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાત્રે બનેલી ઘટનામાં દયાનંદ શાનબાગ (90) અને તેમના પત્ની વિજ્યાલક્ષ્મી શાનબાગ (80)ની લાશ હત્યા કરાયેલી હાલતમાં તેમના જ ઘરમાંથી મળી આવી હતી. તેઓ પારસમણી ફ્લેટમાં ત્રીજા માળે રહેતા હતા. ઘાટલોડિયા વિસ્તારમાં બનેલી ઘટનાના 8 મહિના પહેલા અશોકભાઈ અને જ્યોત્સનાબેન પટેલની હેબતપુરમાં આવેલા શાંતિવન પેલેસ બંગ્લોમાં ગળું કાપીને હત્યા કરી હોવાની ઘટના બની હતી.

આ પણ વાંચો:Political / CM આદિત્યનાથ વિરુદ્ધ ચૂંટણી લડશે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર, કહ્યુ- યોગીને જીતવા નહી દઉં

દયાનંદભાઈ અને વિજયાલક્ષ્‍મીબહેનના ગળે એક જ જીવલેણ ઘા કરવામાં આવ્યો હતો. દંપતિના મૃત્યુનો અંદાજિત સમય જોતાં બંનેની લગભગ એકસાથે જ હત્યા થઈ હોવાનું જણાતું હોવાથી ઘરમાં બે હત્યારા ઘૂસ્યા હોવાનું પહેલેથી જ માનવામાં આવી રહ્યું હતું.