Adani replied to Hindenburg/ અદાણીએ હિંડનબર્ગને આપ્યો જવાબ, ભારતની વિકાસગાથા પર હુમલો,આરોપો પાયાવિહોણા

નાણાકીય સંશોધન કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપો મામલે વિશ્વના  ધનિક ભારતીય ગૌતમ અદાણીના જૂથે રવિવારે કહ્યું કે આ આરોપો જુઠ્ઠાણા સિવાય બીજું કંઈ નથી

Top Stories India Business
9 2 19 અદાણીએ હિંડનબર્ગને આપ્યો જવાબ, ભારતની વિકાસગાથા પર હુમલો,આરોપો પાયાવિહોણા

Hindenburg:  નાણાકીય સંશોધન કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપો મામલે વિશ્વના  ધનિક ભારતીય ગૌતમ અદાણીના જૂથે રવિવારે કહ્યું કે આ આરોપો જુઠ્ઠાણા સિવાય બીજું કંઈ નથી, ભારત તેની સંસ્થાઓ અને વિકાસની વાર્તા પર વ્યવસ્થિત હુમલો ગણાવ્યો. અદાણી ગ્રુપે  413 પાનાના જવાબમાં,  જણાવ્યું હતું કે આ અહેવાલ ખોટા બજાર બનાવવાના હેતુથી ચલાવવામાં આવ્યો હતો જેથી યુએસ ફર્મને તેનો લાભ મળી શકે.જૂથે કહ્યું કે આ માત્ર કોઈ ચોક્કસ કંપની પરનો અયોગ્ય હુમલો નથી, પરંતુ ભારતની સ્વતંત્રતા, અખંડિતતા અને ગુણવત્તા, ભારતીય સંસ્થાઓ અને ભારતની વૃદ્ધિની વાર્તા અને મહત્વાકાંક્ષા પર વ્યવસ્થિત હુમલો છે.

અમેરિકાના હિંડનબર્ગ (Hindenburg) રિસર્ચ એલએલસીએ 25 જાન્યુઆરીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રુપની તમામ મોટી લિસ્ટેડ કંપનીઓ પર ઘણું દેવું છે.આ સાથે હિંડનબર્ગે એમ પણ કહ્યું હતું કે તમામ કંપનીઓના શેર જૂથ 85% થી વધુ મૂલ્યવાન છે.   રિપોર્ટના કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ 2 દિવસમાં લગભગ 10%નો ઘટાડો થયો છે.

ફોર્બ્સના રિપોર્ટ  (Hindenburg)અનુસાર, અદાણીને નેટવર્થમાં 1.32 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેના કારણે અદાણી અમીરોની યાદીમાં ચોથાથી સાતમા ક્રમે સરકી ગઈ છે.25 જાન્યુઆરીએ તેની નેટવર્થ 9.20 લાખ કરોડ હતી જે શુક્રવારે ઘટીને 7.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.શુક્રવારે અદાણી ગ્રૂપે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને બોગસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ રિપોર્ટમાં કોઈ તથ્ય આધારિત નથી. અદાણી એક્ઝિક્યુટિવ્સના કોન્ફરન્સ કોલમાં ભાગ લેનારા બોન્ડધારકો દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

Fashion Show/ કચ્છ રનમાં ‘ઉત્કૃષ્ટ ખાદી’ નામના ફેશન શોનું કરવામાં આવ્યું આયોજન, ખાદીને લોકપ્રિય બનાવવાનો હેતુ

Pakistan/ ઈમરાન ખાન પાકિસ્તાનમાં હિંસાનું કારણ બની શકે છે? રક્ષા મંત્રીએ પીટીઆઈ અધ્યક્ષની ધરપકડના આપ્યા સંકેત

Khalistan Supporters/ ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોએ ફરી ગુંડાગીરી કરી, તિરંગો ફરકાવતા વિદ્યાર્થીઓ પર હુમલો