Not Set/ ગ્રીન કાર્ડ પર ટ્રમ્પની કાતર, લાખો લોકોને છોડવું પડી શકે છે અમેરીકા

ન્યૂયોર્કઃ અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છા ધરાવનાર વિદેશી મૂળના લોકોને ડોનાલ્ડ ટ્રંપ એક મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. અમેરિકાના બે પ્રભાવશાહી સિનેટર્સે સંસદમાં સંશોધન પ્રસ્તાવ આપ્યો છે. પ્રસ્તાવ મુજબ અમેરિકા આગામી દશ વર્ષમાં કાયદાકીય રીતે રહી રહેલા ઇમીગ્રન્ટ્સની સંખ્યા અડધી કરી દેશે. આ પ્રસ્તાવ પર ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી સિનેટર ટૉમ કોટન અને ડોમેક્રેટ પાર્ટીના સિનેટર […]

World
ગ્રીન કાર્ડ પર ટ્રમ્પની કાતર, લાખો લોકોને છોડવું પડી શકે છે અમેરીકા

ન્યૂયોર્કઃ અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છા ધરાવનાર વિદેશી મૂળના લોકોને ડોનાલ્ડ ટ્રંપ એક મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. અમેરિકાના બે પ્રભાવશાહી સિનેટર્સે સંસદમાં સંશોધન પ્રસ્તાવ આપ્યો છે. પ્રસ્તાવ મુજબ અમેરિકા આગામી દશ વર્ષમાં કાયદાકીય રીતે રહી રહેલા ઇમીગ્રન્ટ્સની સંખ્યા અડધી કરી દેશે.

આ પ્રસ્તાવ પર ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી સિનેટર ટૉમ કોટન અને ડોમેક્રેટ પાર્ટીના સિનેટર ડેવિડ પડ્યૂએ આપ્યું છે. આ પ્રસ્તાવ મુજબ અમેરિકાના ઇમીગ્રેશન નિયમોમાં બદલાવ કરતા પ્રતિ વર્ષ વિદેશી મૂળના નાગરીકોની એન્ટ્રીની સંખ્યામાં કાપ મૂકવામાં આવશે.

અમેરિકાની સંસદમાં આ પ્રસ્તાવ પર કાયદો બનાવ્યા બાદ ત્યાં ગ્રીન કાર્ડની આશામાં રહી રહેલા વિદેશી નાગરીકોને મોટો ઝટકો લાગશે. તેમા ખાસ કરીને મોટી સંખ્યામાં રહેતા ભારતીય નાગરીકો જે ગ્રીન કાર્ડ કે પર્મનેન્ટ રેસિડેન્સીની રાહ જોઇ રહ્યા છે. તેમને ભોગવું પડશે.

હાલના સમયમાં અમેરિકામાં પ્રતિ વર્ષ 10 લાખ વિદેશી નાગરિકોની એટ્રી થાય છે. તેને ઘટાડીને 5 લાખ કરવામાં આવશે. જેનાથી તે તમામ લોકોને અમેરિકામાં રહેવું મુશ્કેલ બની જશે. જેમને ગ્રીન કાર્ડ અને પર્મેનેન્ટ રેસિડેન્સી નથી મળી.

2015 માં 10,51,031 ઇમીગ્રેટ્સ અમેરિકામા પહોંચ્યા હતા. આ પ્રસ્તાવના અમલ બાદ પહેલા વર્ષે ઇમિગ્રેન્ટ્સની કુલ સંખ્ય ઘટીને 6,37,960 થઇ જશે. 10 મા વર્ષે આ સંખ્યા 5,39,958 થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે રહેતા ભારતીય નાગરીકોને 10 થી 35 વર્ષ સુધીની રાહ જોવી પડશે. આ કાયદો બન્યા બાદ સમય મર્યાદા વધી જશે.