Not Set/ કોરોના વાઇરસને ચીને વુહાનની લેબમાં બનાવ્યો : બ્રિટેન અને નોર્વેનો મોટો દાવો 

બ્રિટેન અને નોર્વે પણ દાવો કર્યો છે કે કોરોના વાઈરસ વુહાની વાઈરોલોજી લેબમાં બનાવવામાં આવ્યો છે. 

Top Stories World
bhukh 3 કોરોના વાઇરસને ચીને વુહાનની લેબમાં બનાવ્યો : બ્રિટેન અને નોર્વેનો મોટો દાવો 

કોરોના વાયરસની ઉત્પત્તિ અંગે પહેલાથીજ બધાની શંકાની સોય ચીન તરફ મંડાયેલી છે. અવારનવાર દુનિયાના અનેક દેશોએ કોરના વાઇરસની ઉત્પત્તિ અને ચીન તરફ નિસાન સાધ્યા છે. જેમાં હવે બ્રિટેન અને નોર્વે પણ દાવો કર્યો છે કે કોરોના વાઈરસ વુહાની વાઈરોલોજી લેબમાં બનાવવામાં આવ્યો છે.

યુરોપ-યુકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર દબાણ લાવી રહ્યું છે કે કોરોનાના મૂળની ફરીથી તપાસ કરવામાં આવે, તે દરમિયાન એક સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે, જે ચીનની મેલી મુરાદ તરફ  ઇશારો કરી રહ્યો છે. એક નવા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના કુદરતી રીતે નથી વધી રહ્યો.  પરંતુ તે વુહાનની લેબમાં જ ચીની વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલો વાઈરસ છે.

China weaponising coronaviruses investigation 2015 US report Covid19 pandemic latest news | World News – India TV

ડેઇલી મેઇલના સમાચાર મુજબ, એક નવા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીની વૈજ્ઞાનિકોએ વુહાન લેબમાંકોરોના વાઈરસ તૈયાર કરી અને ત્યારબાદ તેને વાયરસના રિવર્સ-એન્જિનિયરિંગ સંસ્કરણથી આવરી લેવાનો પ્રયાસ કર્યો, જેથી એવું લાગે કે કોરોના વાયરસ બેટથી કુદરતી રીતે વિકસિત થયો છે. .

જાણો કોનો આ દાવો છે

બ્રિટીશ પ્રોફેસર એંગસ ડાલ્ગલિશ અને નોર્વેજીયન વૈજ્ઞાનિક ડો. બિર્જર સોરેનસેને મળીને આ અભ્યાસ કર્યો છે. તેઓ બંને આ અધ્યયનમાં લખે છે કે તેમની પાસે પ્રથમ દ્રષ્ટીએ તેમની પાસે એક વર્ષથી પણ વધુ સમય થી ચીન માં  કોરોના વાયરસ પર રેટ્રો એન્જીનિયરિંગના પુરાવા ધરાવે છે, પરંતુ ઘણા વિદ્વાનો અને મુખ્ય જર્નલ દ્વારા તેમના અભ્યાસની અવગણના કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પ્રોફેસર ડાલ્ગલિશ લંડનની સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટીમાં ઓંકોલોજીના પ્રોફેસર છે અને ‘એચ.આય.વી રસી’ બનાવવામાં તેમની સફળતા માટે જાણીતા છે.  તે જ સમયે, નોર્વેજીયન વૈજ્ઞાનિક ડો. સોરેનસેન એક રોગચાળાના નિષ્ણાત છે અને બાયોવોક -19 નામના કોરોના રસી વિકસાવતી કંપની ઇમ્યુનોર, કંપનીના અધ્યક્ષ છે.

Shocking! US gave $3.7 million to China's Wuhan lab that conducted coronavirus tests on bats

વુહાન લેબમાં ડેટા મેનીપ્યુલેશન

આ અધ્યયનમાં, ચીન પર સનસનાટીભર્યા અને આઘાતજનક આરોપો લગાવવામાં આવ્યા છે. આ અધ્યયમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને ઇરાદાપૂર્વક વુહાન લેબમાં પ્રયોગ સાથે સંકળાયેલા ડેટાનો નાશ કર્યો છે. અથવા  છુપાવ્યો  છે.  એવું કહેવામાં આવે છે કે વૈજ્ઞાનિકો કે જેમણે આ વિશે અવાજ ઉઠાવ્યો હતો તેમને ચાઇનાના સામ્યવાદી શાસન દ્વારા શાંત કરી દેવામાં આવ્યા હતા.  અથવા ગાયબ કરી દેવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ અભ્યાસ આગામી સમયમાં ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે.

Five years before pandemic, Chinese scientists discussed weaponising coronaviruses: Report - The Week

યુનિક ફિંગરપ્રિન્ટ પણ મળી

ડેઇલી મેલના સમાચારોમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે ગયા વર્ષે રસી બનાવવા માટે ડાલ્ગલિશ અને સોરેનસેન કોરોનાના નમૂનાઓનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેઓએ વાયરસમાં એક ‘અનોખી ફિંગરપ્રિન્ટ’ શોધી  કાઢી હતી.  જેને તેઓએ જણાવ્યું હતું કે લેબમાં હેરાફેરી કર્યા બાદ જ આ ફિંગર પ્રિન્ટ શક્ય છે.  તેમણે કહ્યું કે જ્યારે તેઓ પોતાના અભ્યાસના તારણોને કોઈ જર્નલમાં પ્રકાશિત કરવા માંગતા હતા, ત્યારે ઘણા મોટા વૈજ્ઞાનિક જર્નલો દ્વારા તેને નકારી કાઢવામાં આવ્યો હતો. કારણ કે તે સમયે તે મોટાભાગના વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે કોરોના વાયરસ કુદરતી રીતે બેટ અથવા પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યો છે.

Coronavirus was not genetically engineered in a Wuhan lab, says expert | Financial Times

આટલું જ નહીં, જ્યારે સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ અથવા એમઆઈ 6 ના વડા સર રિચાર્ડ ડિયરલોવએ જાહેરમાં જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકોની થિયરીની તપાસ થવી જોઈએ, ત્યારે આ વિચારને નકલી સમાચાર તરીકે નકારી કાઢવામાં આવ્યા હતા.  જો કે, હવે, એક વર્ષ પછી, વૈજ્ઞાનિકોએ એવી દલીલ શરૂ કરી છે કે કોરોના કેવી રીતે અને ક્યાં વિકાસ પામ્યો તે અંગે નવેસરથી તપાસ થવી જોઈએ.

અમેરિકાએ પણ તપાસના આદેશો આપ્યા છે

આ  જ અઠવાડિયામાં, યુએસ રાષ્ટ્રપતિ જો  બિડેને ગુપ્તચર એજન્સીઓને આ મુદ્દે લેબના સિદ્ધાંતની  90 દિવસની અંદર તપાસ અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને બુધવારે ગુપ્તચર એજન્સીઓને કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ માટેના પ્રયત્નો ઝડપી કરવા જણાવ્યું છે.   તેમણે કહ્યું કે ચેપગ્રસ્ત પ્રાણીના સંપર્ક દ્વારા કોરોના મનુષ્યમાં ફેલાય છે કે તે પ્રયોગશાળામાં બનાવવામાં આવી છે કે કેમ તે અંગેના કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવા માટે હજુ સુધી પૂરતા પુરાવા નથી. રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય તપાસમાં ચીનને સહયોગ આપવા અપીલ કરી. તેમણે અમેરિકન પ્રયોગશાળાઓને પણ તપાસમાં સહયોગ આપવા જણાવ્યું હતું.

Norwegian scientist says COVID-19 was manufactured, claim backed by ex-British intel head | New Europe

WHO પર યુએસ-યુકે દબાણ

આ ઉપરાંત, યુ.એસ. અને યુ.કે. કોવિડ -19 ના સંભવિત મૂળની તપાસ માટે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પર સતત દબાણ લાવી રહ્યા છે. બંને દેશોનું માનવું છે કે WHO ટીમે કોરોના વાયરસનું મૂળ જાણવા માટે  ચીનની વધુ મુલાકાત લેવી જોઈએ. WHO અને ચીનના નિષ્ણાતોએ ગયા વર્ષે માર્ચમાં એક અહેવાલ જારી કરીને આ રોગચાળાના ઉત્પત્તિની ચાર શક્યતાઓ વિશે માહિતી આપી હતી. આ સંયુક્ત ટીમનું માનવું છે કે કોરોના વાયરસ બેટથી બીજા કોઈ પ્રાણી દ્વારા લોકોમાં દાખલ થયો હોવાની પ્રબળ સંભાવના છે. સંયુક્ત ટીમે કહ્યું કે વાયરસનો પ્રયોગશાળામાં ઉત્પન્ન થવાની સંભાવના “અત્યંત ઓછી” છે.

A completely new culture of doing research.' Coronavirus outbreak changes how scientists communicate | Science | AAAS

જિનીવામાં યુ.એસ. મિશન દ્વારા ગુરુવારે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે કોવિડ -19 ની ઉત્પત્તિ અંગે સંયુક્ત ટીમ દ્વારા પ્રથમ તબક્કાની તપાસ “અપૂરતી અને અસ્પષ્ટ” છે. તેથી, પુરાવા આધારિત બીજા તબક્કાની તપાસ નિષ્ણાતોની આગેવાની હેઠળ નિર્ધારિત સમયની અંદર પારદર્શક રીતે કરવી જોઈએ. આ માટે ફરી ચીનની મુલાકાત લેવી જોઈએ.