Not Set/ ભારત મજબૂત સ્થિતમાં, વિરાટની સદીની મદદથી ભારતના 3 વિકેટ 356 રન

હૈદરાબાદઃ  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર એક ટેસ્ટ મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પહેલા ઓવરમાં ઝટકો લગ્યો હતો. ત્યાર બાદ ચેતેશ્વર પૂજારા બાજી સંભાળી હતી. તો વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના અંતે ભારતે  ત્રણ વિકેટ ગુમાવીને 356 રન […]

Sports
C4M6Y8EWYAAw6RH ભારત મજબૂત સ્થિતમાં, વિરાટની સદીની મદદથી ભારતના 3 વિકેટ 356 રન

હૈદરાબાદઃ  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર એક ટેસ્ટ મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પહેલા ઓવરમાં ઝટકો લગ્યો હતો. ત્યાર બાદ ચેતેશ્વર પૂજારા બાજી સંભાળી હતી. તો વિરાટ કોહલીએ સદી ફટકારી હતી.

બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના અંતે ભારતે  ત્રણ વિકેટ ગુમાવીને 356 રન બનાવી લીધા હતા. કેપ્ટન વિરાટ કોહલી  111 અને રહાણે 45  રને રમતમાં હતા. આ અગાઉ મુરલી વિજયે પણ 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હાલમાં કોહલી અને રહાણે રમતમાં છે. આ અગાઉ   ચેતેશ્વર પૂજારા (83), મુરલી વિજય (108) , અને રહાણે  (2) રન પર આઉટ થયા હતા. મુરલી વિજયે બાંગ્લાદેશ વિરૂદ્ધ 108 રનની ઇનિંગ રમી હતી. વિજયની ટેસ્ટ કારકિર્દીની આ 9મી સદી હતી જ્યારે બાંગ્લાદેશ વિરૂદ્ધ તેને બીજી સદી ફટકારી હતી

આ અગાઉ ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ભારત તરફથી લોકેશ રાહુલ અને મુરલી વિજયે ઇનિંગની શરૂઆત કરી હતી પરંતુ પ્રથમ ઓવરના ચોથા બોલ પર બે રનના કુલ સ્કોર પર ભારતને લોકેશ રાહુલના સ્વરૂપમાં પ્રથમ ફટકો પડ્યો હતો.

17 વર્ષમાં પ્રથમ વખત બાંગ્લાદેની ટીમ ટેસ્ટ રમવા ભારત આવી છે. તેને વર્ષ 2000માં ટેસ્ટ ટીમનો દરજ્જો મળ્યો હતો. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 300 રન બનાવનાર કરૂણ નાયરનો અંતિમ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તેના સ્થાન પર અજિંક્ય રહાણેનો સમાવેશ કરાયો છે.

 

પહેલા દિવસે લન્ચ બ્રેક સુધીમાં ભારતનો સ્કોર 1 વિકેટે 86 રન છે. વિજય 45 અને પુજારા 39 રન બનાવીને અણનમ છે.

ઓપનિંગ બેટિંગ કરવા ઉતરેલા કે.એલ. રાહુલ 2 રન બનાવીને તસ્કિન અહમદનો શિકાર બન્યો હતો. આ પહેલા ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.વિરાટ કોહલીએ ટૉસ જીત્યા બાદ કહ્યું હતું કે, હૈદરાબાદ હમેશાથી બેટિંગ માટે સારી વિકેટ રહી છે.

ટીમ ઇંડિયાના પ્લેઇંગ ઇલેવનમાં અજિંક્ય રહાણે પરત ફર્યો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરિજમાં ત્રીજી ટેસ્ટ બાદ રહાણે ઇજાગ્રસ્ત હોવાને લીધે છેલ્લી ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. તેની જગ્યાએ કરૂણ નાયરે ઇંગ્લેન્ડ સામે ટ્રીપલ સેન્ચુરી ફટકારી હતી. જો કે આ વખતે તેમને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નથી મળ્યું.