PSL/ પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી કોરોના પોઝિટિવ

પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો કરાચીમાં 27 જાન્યુઆરીથી શરૂ થનારી પાકિસ્તાન સુપર લીગ 2022ની શરૂઆતની મેચનાં થોડા કલાકો પહેલા જ કોવિડ-19 પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે.

Sports
શાહિદ આફ્રિદી

પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો કરાચીમાં 27 જાન્યુઆરીથી શરૂ થનારી પાકિસ્તાન સુપર લીગ 2022ની શરૂઆતની મેચનાં થોડા કલાકો પહેલા જ કોવિડ-19 પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. શાહિદ આફ્રિદી આ સીઝનમાં ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમતા જોવા મળશે. 41 વર્ષીય શાહિદ આફ્રિદી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને ઘરે ક્વોરેન્ટિન કરશે. PSL ટીમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્વોરેન્ટિન અવધિ પૂર્ણ થયા બાદ અને RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને ક્વેટા ગ્લેડીયેટર્સની ટીમમાં ફરીથી સામેલ કરવામાં આવશે.

આ પણ વાંચો – IND VS WI / રવિ બિશ્નોઈને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝ માટે ટીમમાં મળી શકે છે જગ્યા, કુલદીપ યાદવની થઈ શકે છે વાપસી

પાકિસ્તાન સુપર લીગ (PSL)માં ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમનાર 41 વર્ષીય આફ્રિદી હવે પીએસએલની સાતમી સીઝનમાં ટીમની પ્રથમ ચાર મેચમાં રમવાનું ચૂકી જશે. આ બીજી વખત છે જ્યારે આફ્રિદી કોરોનાની ઝપટમાં આવ્યો છે. તે અગાઉ જૂન 2020 માં વાયરસથી ચેપ લાગ્યો હતો, જ્યારે તે કોરોના રોગચાળાના પ્રારંભિક તબક્કામાં રાહત કાર્યમાં સામેલ હતો. આફ્રિદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દુર્ભાગ્યવશ હું કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે, પરંતુ મારામાં કોઈ લક્ષણો નથી. ઈંશાઅલ્લાહ જલ્દી સ્વસ્થ થવાની આશા રાખું છું, નેગેટિવ પાછો આવુ અને બને તેટલી વહેલી તકે ક્વોટા ગ્લેડીયેટર્સમાં ફરી જોડાઈ જાઉ. PSL 7 માટે તમામ ટીમોને શુભકામનાઓ. હું મારી છેલ્લી PSL સીઝનમાં મારું સર્વસ્વ આપવા માટે પ્રતિબદ્ધ છું. શાહિદ આફ્રિદીને 2022 પાકિસ્તાન સુપર લીગ પહેલા મુલતાન સુલ્તાન્સથી ક્વોટા ગ્લેડીયેટર્સમાં ખરીદવામાં આવ્યો હતો. સ્ટાર ઓલરાઉન્ડરે પીએસએલમાં 50 મેચ રમી છે અને 3 ફ્રેન્ચાઇઝી – સુલતાન, પેશાવર ઝાલ્મી અને કરાચી કિંગ્સ માટે રમતા 465 રન બનાવ્યા છે. બોલ સાથે તેનું યોગદાન પણ શાનદાર રહ્યું છે. તેણે પ્રતિ ઓવર 7 રનથી ઓછાની ઈકોનોમીમાં 44 વિકેટ લીધી છે.

https://twitter.com/SAfridiOfficial/status/1486664556143431680?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1486664556143431680%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-psl-7-former-pakistan-all-rounder-shahid-afridi-tests-covid19-positive-ahead-of-pakistan-super-league-5672630.html

આ પણ વાંચો – પ્રજાસત્તાક દિવસ / ગણતંત્ર દિવસ પર ક્રિસ ગેલે દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ, PM મોદીનાં સન્માનમાં કહી આ વાત

શાહિદ આફ્રિદીએ સીઝનની શરૂઆત પહેલા કહ્યું હતું કે, PSL 2022 તેની અંતિમ ઉપસ્થિતિ હશે અને તે પોતાની PSL કારકિર્દીનો ખિતાબ સાથે અંત કરવા માંગે છે. આફ્રિદીએ કહ્યું હતું કે, “હું ક્વોટા ગ્લેડીયેટર્સમાં જોડાવા માટે ઉત્સાહિત છું, એક એવી ટીમ કે જેણે 2019માં ટાઈટલ જીત્યા છતાં પાછલી કેટલીક ઈવેન્ટ્સમાં ઉતાર-ચઢાવ જોયા છે. મારી છેલ્લી પીએસએલ ઇવેન્ટમાં, બીજું પીએસએલ ટાઇટલ જીતીને વિદાય લેવાનું મારું સપનું છે. PSL 2022 પાકિસ્તાનનાં બે શહેરો કરાચી અને લાહોરમાં 27 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી રમાશે.