શિખામણ !/ PCB ચીફ રમીઝ રાજાએ ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટ પર સાધ્યું નિશાન, કહ્યું…

એશિયા કપ 2022માં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને તે ફાઇનલમાં પણ પહોંચી શકી નહોતી. ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં સારી શરૂઆત કરી હતી

Top Stories Sports
4 21 PCB ચીફ રમીઝ રાજાએ ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટ પર સાધ્યું નિશાન, કહ્યું...

એશિયા કપ 2022માં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને તે ફાઇનલમાં પણ પહોંચી શકી નહોતી. ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં સારી શરૂઆત કરી હતી અને પાકિસ્તાન અને હોંગકોંગ સામે જીત નોંધાવીને સુપર-ફોરમાં સરળતાથી પ્રવેશ કર્યો હતો. પરંતુ સુપર-ફોરમાં ભારતનો મોમેન્ટમ બગડ્યો અને તેને પાકિસ્તાન અને શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો. જેના કારણે ભારતનું ફાઇનલમાં સ્થાન મેળવવાનું સપનું અધૂરું રહી ગયું.

ભારત એશિયા કપ 2022ની ફાઇનલમાં ન પહોંચી શકવાના કારણે ક્રિકેટ ચાહકો ખૂબ જ નિરાશ હતા. કારણ કે ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતોને લાગ્યું કે આ વખતે ફાઈનલ મેચમાં ભારત અને પાકિસ્તાન ટ્રોફી માટે ટકરાશે, પરંતુ આ શક્ય બની શક્યું નથી. ભારતના બહાર થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ રમીઝ રાજાએ ભારતીય ટીમ પર સવાલો ઉભા કર્યા છે.

રમીઝ રાજાએ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ પહેલા મીડિયા સાથે વાત કરતા ઘણા સવાલોના જવાબ આપ્યા. આ દરમિયાન રમીઝ રાજાએ ભારતીય ટીમ સાથે જોડાયેલા સવાલોના જવાબ પણ આપ્યા હતા. રમીઝ રાજાનું માનવું છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટે ફેરફાર અને પ્રયોગો પર વધુ પડતું ધ્યાન આપ્યું છે, જેના કારણે તેઓ ટ્રોફી ગુમાવવાનો સામનો કરી રહ્યા છે.

રમીઝ રાજાએ કહ્યું, ‘તમે ટીમનું રેન્કિંગ જોયું છે, પરિણામો પણ દેખાઈ રહ્યા છે. જો આપણે ભારત અને પાકિસ્તાનની ટીમોની સરખામણી કરીએ તો લોકો મને પૂછે છે કે આપણે એક જ કોમ્બિનેશન કેમ રમી રહ્યા છીએ. તમે તેને નુકસાન તો  કરશો જ… મારો મુદ્દો એ છે કે અમે એક ખાસ પરિસ્થિતિને સંભાળી છે અને મેચ જીતી છે. તો શા માટે અમારે વિનિંગ મારે કોમ્બિનેશન બદલવું જોઈએ

રાજાએ વધુમાં કહ્યું, ‘ભારત માત્ર એટલા માટે નીચે ગયું કારણ કે તેઓ કોમ્બિનેશન સેટ થવા દેતા નથી. તેઓ ઘણા ફેરફારો કરી રહ્યા છે. તેમની પાસે ખેલાડીઓનો વિશાળ પૂલ છે જેની સાથે તેઓ પ્રયોગ કરી રહ્યા છે. જ્યાં સુધી તમારી પાસે તે પ્રકારની બેન્ચ સ્ટ્રેન્થ ન હોય, તમારે પ્રયોગ કરવાની જરૂર નથી. તમારી પાસે મજબૂત સ્થિતિ છે તેથી ફક્ત તેને પકડો અને રમત જીતતા રહો.

ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2022માં પ્રવાસ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ આગામી શ્રેણીની તૈયારી શરૂ કરવા જઈ રહી છે. હવે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી શ્રેણીની તૈયારી શરૂ કરશે. આવનારા T20 વર્લ્ડ કપના સંદર્ભમાં ભારત માટે આ સીરિઝ ઘણી મહત્વની બની રહી છે.

નોંધનીય છે કે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન અને શ્રીલંકા ચોથી વખત આમને સામને છે. પ્રથમ 1986માં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ હતી જેમાં શ્રીલંકાનો વિજય થયો હતો. ત્યારબાદ 2000 એશિયા કપમાં બંને ટીમો સામસામે આવી હતી, જ્યાં પાકિસ્તાન 39 રનથી જીત્યું હતું. ત્યાર બાદ 2014માં પણ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં શ્રીલંકાનો પાંચ વિકેટે વિજય થયો હતો. પાકિસ્તાને છેલ્લે વર્ષ 2012માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ તેણે ફાઈનલ મેચમાં બાંગ્લાદેશને બે રનથી હરાવ્યું હતું.